મધ્યપ્રદેશમાં એક આંખ ઉઘાડી દેનાર ઘટના બની છે. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં એક બડગામ નામના ગામમાં છ લોકોનાં પોઝિટિવ આવ્યા છે. નાયબ તહસીલદાર મુકેશ નીગમે જણાવ્યું કે કેટલાક દિવસો પહેલા એક યુવક ઇન્દોરથી ગામમાં આવ્યો હતો. તેણે આ વાણંદ પાસે દાઢી કરાવી હતી.
આ યુવકના નમૂના ને પહેલે થી જ તપાસમાં લઈ લેવામાં આવ્યો હતો અને પછીથી જાણ થઈ કે યુવક કોરોના પોઝિટિવ છે. યુવકની સારવાર થઇ અને તે સાજો થઈ ને ઘરે જતો રહ્યો. ત્યારે જે લોકોએ આ વાણંદ પાસે દાઢી કે વાળ કપાવ્યા હતા, તેવા 26 લોકોના નમૂનાને 5 એપ્રિલના રોજ તપાસમાં મોકલવામાં આવ્યા. તેમાંથી ૧૭ લોકો નેગેટિવ આવ્યા. બચેલા નવમાંથી 6 લોકો કોરોના પોઝિટિવ આવ્યા.
કહેવામાં આવી રહ્યું છે કે આ દરેક લોકોની શેવિંગ અને કટીંગ એક જ કપડાં થી કરવામાં આવી હતી. ડોક્ટર દીપક વર્મા નું કહેવું છે કે હજી બચેલા ત્રણ લોકો નો રીપોર્ટ આવવાનો બાકી છે. પોઝિટિવ દર્દીઓ ને રાતે જ દવાખાને દાખલ કરી દેવામાં આવ્યા. જ્યાં તેમની સારવાર શરૂ થઈ ચૂકી છે.
ડોક્ટર વર્માએ જણાવ્યું કે ગામમાં સર્વે માટે ટીમ પણ મોકલવામાં આવી છે. ત્યારે દર્દીના 34 પરિવારજનોને હોમ ક્વારન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામને સૅનેટાઇઝ કરવામાં આવ્યું છે. ગામને સીલ કરી દીધું છે અને ક્ષેત્રમાં પોલીસ કર્મીઓ ઉભા રાખી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news