લોકડાઉનમાં અહીંયા મળી આવ્યા ઘરમાં જ પરિવારના પાંચ લોકોના શબ

ઉત્તર પ્રદેશમાં ઈટા જિલ્લામાં નગર કોતવાલી ક્ષેત્રમાં એક મકાનમાંથી પાંચ લોકોની લાશ મળવાથી સનસની ફેલાઈ ચૂકી છે.પોલીસે શનિવારે જણાવ્યું કે સૂચના મળ્યા બાદ પોલીસ ઘટના…

ઉત્તર પ્રદેશમાં ઈટા જિલ્લામાં નગર કોતવાલી ક્ષેત્રમાં એક મકાનમાંથી પાંચ લોકોની લાશ મળવાથી સનસની ફેલાઈ ચૂકી છે.પોલીસે શનિવારે જણાવ્યું કે સૂચના મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને એક કોલોનીમાં બંધ મકાનમાંથી બે બાળકો સહિત પાંચ લોકો ના શબ મળી આવ્યા છે.

ઈટા માં સનસનીખેજ મામલો સામે આવ્યા બાદ દહેશતનો માહોલ છે. ઇટામાં એક જ પરિવારના પાંચ સભ્યોના શબ ઘર માંથી મળ્યા છે. તેમાં બે બાળકો અને બે મહિલાઓ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાઓ અને એક પુરુષનું શબ મકાનમાં મળી આવેલું છે.

પોલીસે દરવાજો તોડી લાશને બહાર કાઢી.ફોરેન્સિક અને ડોગ સ્ક્વોડ ટીમ ઘટના સ્થળ પર હાજર રહી હતી. મોતનું ચોક્કસ કારણ હજુ સુધી ખબર પડી નથી. આ મામલો કોટવાલી નગરનો જણાવવામાં આવી રહ્યો છે. ઘટના વિશે માલુમ પડતાં આસપાસના વિસ્તારમાં વિચિત્ર માહોલ બનેલો છે.

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે આખા દેશમાં ત્રણ મે સુધી lockdown જાહેર કરવામાં આવેલું છે અને તમામ લોકો પોતાના ઘરમાં કેદ છે. પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.તપાસ બાદ જ ખબર પડશે કે આ 5 લોકોનું મૃત્યુ કઈ રીતે થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *