સંસ્કારી પાર્ટીનું સર્ટિફિકેટ ધરાવતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ગુંડાગર્દીના સમાચાર 2019 ની લોકસભાની ચૂંટણી પછી વધી ગયા છે. આવી જ એક ઘટના બારડોલીમાં બની. બારડોલીમાં એક ફાયનાન્સરે 23 વર્ષીય યુવતીને ઓફિસમાં ઢસડી જઈ માતા અને ભાઈની સામે છેડતી કરતાં ચકચાર મચી ગઈ હતી. યુવતીના ભાઈએ ફાયનાન્સર પાસેથી દસ હજાર રૂપિયા લીધા હતા તે પરત નહીં કરતાં ફાયનાન્સરે તેનો મોબાઇલ ફોન લઈ લીધો હતો. આથી યુવતી ભાઈ અને માતા સાથે ફાયનાન્સરની ઓફિસે ગઈ હતી. જ્યાં તેણે છેડતી કરી ત્રણેયને જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવતીએ બારડોલી પોલીસ મથકમાં ફાયનાન્સર વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના ધામદોડ રોડ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા આનંદ (નામ બદલ્યું છે) એ ધામદોડ રોડ પર જ આવેલ બાલાજી શોપિંગ સેન્ટરમાં જી નામ ફાયનાન્સ નામની ઓફિસ ચલાવતા અને ભાજપા અગ્રણી લાલદાસ કાપડીના ભત્રીજા રાજા કાપડી પાસેથી 10 હજાર રૂપિયા લીધા હતા. જે ઘણા સમયથી આપતો ન હોય રાજા કાપડી શુક્રવારના રોજ અનાદ્ન પાસેથી મોબાઇલ ફોન લઈ ગયો હતો.
આથી આનંદ તેની માતા અને બહેન તરુલતા (નામ બદલ્યું છે) સાથે શુક્રવારે સાંજે બાલાજી શોપિંગ સેન્ટરમાં આવેલ રાજા કાપડીની ઓફિસમાં ગયા હતા. જ્યાં રાજા કાપડી તેઓની સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો અને ખુરશીમાંથી ઊભા થઈને આનંદને ડાબા ગાલ પર તમાચો મારી દીધો હતો. તેમજ આનંદની માતાને પણ ધક્કો મારી દેતાં ત્યાં ઉપસ્થિત તરુલતાએ આવું નહીં કરવાનું કહેવા જતાં રાજા ઉશ્કેરાય ગયો હતો અને તરુલતાનો હાથ અને છાતીના ભાગે પકડી ઓફિસની અંદર આવેલ બીજી કેબિનમાં લઈ જવાની કોશિશ કરી હતી. પરંતુ જેમ તેમ કરીને તેણી છૂટીને બહાર નીકળી આવી પોલીસને ફોન કરી દીધો હતો.
યુવતી પોલીસ ફરિયાદ ન કરે તે માટે દબાણો કરવા ભાજપના કહેવાતા આગેવાનોએ ધમપછાડા કર્યા હતા. પરંતુ યુવતી અને પોલીસે મક્કમતા દાખવતા રાત્રે રાજા કાપડી વિરુદ્ધ મારામારી અને છેડતીનો ગુનો નોંધી એએસઆઈ જયદેવ રાણાભાઈએ તપાસ હાથ ધરી છે.
બાદમાં તેઓ બહાર નીકળતા ફરીથી છુટ્ટા હાથની મારમારી કરી ત્રણેયને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તરુલતાએ બારડોલી પોલીસ મથકમાં રાજા વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત જૂન મહિનામાં લાલદાસ કાપડી અને તેના ભત્રીજા રાજા કાપડીએ કોર્ટનો જપ્તી વોરંટ બજાવવા ગયેલા કોર્ટના બેલિફ પર પણ હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાય હતી.