સુરત આગ દુર્ઘટના પર બોલીવુડના સુપર સ્ટારે આ રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો વધુ

સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. તેમાં ગૂંગળાઈ જવાથી કે જીવ બચાવા માટે કૂદી પડતાં 4 લોકો સહિત 23 વ્યક્તિનાં…

સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. તેમાં ગૂંગળાઈ જવાથી કે જીવ બચાવા માટે કૂદી પડતાં 4 લોકો સહિત 23 વ્યક્તિનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનાને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ શોક વ્યક્ત કર્યો છે. બોલિવૂડ સેલેબ્સે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમિતાભ બચ્ચન

સુરતની ભયજનક દુ:ખદ ઘટના, ભીષણ આગ લાગતાં 14થી 17 વર્ષના બાળકો તેની લપેટમાં આવી ગયા અને બિલ્ડિંગમાંથી કૂદી પડ્યા. વ્યક્ત કરી ન શકાય તેટલું દુઃખ. પ્રાર્થના.

શ્રદ્ધા કપૂર

સુરત આગ દુર્ઘટના વિશે સાંભળીને દુઃખ અને આઘાત લાગ્યો. પ્રાર્થના.

ચેતન ભગત

ફેમસ લેખક ચેતન ભગત જેની બુક પરથી ફિલ્મો પણ બની છે તેમણે આ સુરત આગ દુર્ઘટનાના હીરોને બિરદાવ્યો હતો. કેતન જોરવાડિયા નામના વ્યક્તિએ બિલ્ડિંગના બીજા માળે ચડીને પોતાનો જીવ જોખમમાં મૂકીને 2 વિધાર્થીઓનો જીવ બચાવ્યો હતો. ચેતન ભગતે કેતન માટે લખ્યું હતું કે, ખરેખર, બ્રેવહાર્ટ. ગોડ બ્લેસ.


ઉર્મિલા માતોંડકર

સુરતની આગ દુર્ઘટના વિશે સાંભળીને ઘણી ઉદાસ થઇ. મારું આશ્વાસન દુઃખી પરિવારોને અને ઘાયલો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના.

ભૂમિ પેડણેકર 

મારું આશ્વાસન મૃત્યુ પામેલ બાળકોના પરિવારને, ભગવાન એમની આત્માને શાંતિ અર્પે. આ ખરેખર હૃદયદ્રાવક છે. આપણે આપણી સિક્યુરિટી અને સેફટીને લઈને ઘણી ચીવટ લેવાની જરૂર છે.

પરેશ રાવલ 

અત્યંત દુઃખદ દિવસ. સ્પીચલેસ.

રવિ કિશન 

સુરતમાં થયેલ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. જે પરિવારને આમાં નુકસાન થયું છે તેમને મારું આશ્વાસન, ભગવાન તેમને શક્તિ આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *