ગુજરાતની આ હોસ્પિટલમાંથી કોરોનાનો શંકાસ્પદ દર્દી થયો ગાયબ- તંત્ર થયું દોડતું

સમગ્ર ભારત દેશમાં કોરોનાની સંખ્યા વાયુવેગે વધી રહી છે. દિવસેને દિવસે આંકડો વધી રહ્યો છે અને લોકોનો શિકાર કરી રહ્યો છે. કોરોના બાબતે સૌથી વધારે ગંભીર પરિસ્થતિની વાત ગુજરાતની છે. જ્યાં ગણતરીની સેકન્ડોમાં કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. ગુજરાતનું મુખ્ય શહેર અમદાવાદ, સુરત અને વડોદરામાં પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. હાલમાં કોરોના પોજીટીવ દરેક લોકોને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

કોરોનાના વધતા કેસ વચ્ચે અવાર-નવાર કોરોના દર્દી હોસ્પીટલમાંથી ગાયબ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વડોદરામાંથી સામે આવી છે. વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજની હોસ્પિટલમાંથી આજે મોડી સાંજે કોરોનાનો એક શંકાસ્પદ દર્દી વોર્ડમાંથી ગાયબ થઈ જતા દોડધામ મચી ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે, મૂળે આણંદના આ દર્દીને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં કોરોના જેવા લક્ષણોના કારણે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે. દરમિયાન આજે સાંજે વોર્ડમાં ફરજ બજાવતા મેડિકલ સ્ટાફના ધ્યાનમાં આવ્યુ હતુ કે, આ દર્દી વોર્ડમાં નથી. જેના પગલે તેને શોધવા માટે દોડધામ થઈ ગઈ હતી.

આ દરમિયાન મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીના ગૂમ થવા અંગે ગોરવા પોલીસને પણ જાણ કરાઈ હતી.સૂત્રોના કહેવા પ્રમાણે આ દર્દી હોસ્પિટલ સંકુલમાંથી જ મળી આવ્યો હતો.તેને ફરી વોર્ડમાં પાછો લવાયો હતો અને ફરજ પરના ડોક્ટરો અને નર્સોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *