ભારતમાં હાલ કોરોનાની મહામારી કાબુમાં જ આવી છે ત્યાં તો નવી એક બીમારીનો ખોફ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસનો કેર જોવા મળી રહ્યો છે. મ્યુકરમાઇકોસિસને કારણે એક જ દિવસમાં વડોદરામાં સૌથી વધુ 5 દર્દીઓના મોત થયા છે. ડાયાબિટીસના દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન અપાતા સ્ટીરોઇડના વધુ પડતા ડોઝને કારણે તેમજ અન્ય બિમારીને કારણે તેઓ બ્લેક ફંગસનો શિકાર બને છે. અત્યાર સુધીમાં કુલ 331 દર્દીઓ બ્લેક ફંગસની બિમારીથી પીડાઈ રહ્યા છે.
વડોદરામાં મ્યૂકોરમાઇકોસિસના 5 દર્દી નું મોત થયું છે તેની સારવાર ગોત્રી અને સયાજી હોસ્પીટલમાં ચાલી રહી હતી. એક દિવસમાં મ્યૂકોરમાઇકોસિસના નવા માત્ર ત્રણ દર્દી સારવાર માટે આવ્યા છે. જેની સાથે હાલમાં કુલ 308 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
એક દિવસમાં સયાજી હોસ્પિટલમાં મ્યૂકોરમાઇકોસિસના નવા બે દર્દીઓ સારવાર માટે આવ્યા એન દર્દીઓની સંખ્યા કુલ 208 પર પહોંચી ગઇ છે. જ્યારે 8 દર્દીઓના બાયોપ્સી ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક દિવસમાં કુલ 13 દર્દીઓની સર્જરી કરી ફંગસ દુર કરવામાં આવ્યો છે. સયાજી હોસ્પિટલમાં મ્યૂકોરમાઇકોસિસની સારવાર દરમિયાન વધુ 3 દર્દીઓના મોત થયા છે. જ્યારે પાંચ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ગોત્રી હોસ્પિટલમાં એક દિવસમાં મ્યૂકોરમાઇકોસિસના નવા બે દર્દીઓ સારવાર માટે આવ્યા અને તેની સાથે જ કુલ 100 દર્દીઓ ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
ગોત્રી હોસ્પિટલમાં આજે એક પણ દર્દીના બાયોપ્સી ટેસ્ટ અને સર્જરી કરવામાં આવી નથી. પરંતુ,બે દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. મ્યૂકોરમાઇકોસિસના કારણે જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા 82 પર પહોંચી ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.