BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી(Sourav Ganguly)એ બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી(Virat Kohli)એ જે કહ્યું તેના પર પોતાનું મૌન તોડ્યું છે. બુધવારના રોજ, દક્ષિણ આફ્રિકા(South Africa) પ્રવાસ પર રવાના થતા પહેલા કોહલીએ ODI અને T20 કેપ્ટનશીપ વિશેની પોતાની વાત બધાની સામે મૂકી હતી. કોહલીએ કહ્યું હતું કે ગાંગુલીએ ટી20ની કેપ્ટનશીપ છોડતા પહેલા તેને ક્યારેય રોક્યો ન હતો અને વનડેની કેપ્ટનશીપથી હટાવ્યા પહેલા પણ તેની સાથે કોઈપણ પ્રકારની વાત કરવામાં આવી ન હતી.
કોહલીએ કહ્યું હતું કે, મારી સાથેની વાતચીત વિશે જે પણ કહેવામાં આવ્યું હતું તે ખોટું હતું અને 8 ડિસેમ્બરે તેને ODIની કેપ્ટન્સીમાંથી હટાવ્યાના દોઢ કલાક પહેલા જ મને તેના વિશે કહેવામાં આવ્યું હતું. અગાઉ ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ મારી સાથે આ અંગે કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવી ન હતી. જ્યારે મેં ટી20 ટીમની કેપ્ટનશીપ છોડી, ત્યારે મેં સૌથી પહેલું કામ બીસીસીઆઈ સાથે કર્યું અને તેમને મારા નિર્ણયથી માહિતગાર કર્યા અને તેમની સામે મારા વિચારો વ્યક્ત કર્યા. મેં ટી-20 કેપ્ટનશીપ છોડવાનું કારણ સમજાવ્યું અને મારો અભિપ્રાય ખૂબ જ સારી રીતે સાંભળવામાં આવ્યો. તે કોઈ ગુનો ન હતો અને મને કોઈ સંકોચ નહોતો. તે પછી મને એક વખત પણ કહેવામાં આવ્યું ન હતું કે તમારે T20 ની કેપ્ટનશીપ ન છોડવી જોઈએ.
હવે વિરાટ કોહલીની વાતનો જવાબ આપતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હું અત્યારે આ બાબતો પર ટિપ્પણી કરવા નથી માંગતો અને BCCI તેની સાથે યોગ્ય રીતે વ્યવહાર કરશે અને તમે તેને બોર્ડ પર છોડી દો. અત્યારે સૌથી મોટી વાત એ છે કે સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું બોલી રહ્યું છે. ગાંગુલીએ કહ્યું હતું કે અમે કોહલીને ટી-20ની કેપ્ટનશીપ ન છોડવા માટે કહ્યું હતું, જ્યારે તેની સાથે ODIની કેપ્ટનશીપની વાત કરવામાં આવી હતી, ત્યારે કોહલીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે BCCIએ તેને ક્યારેય આ વાતો કહી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.