કર્ણાટકના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા જી. પરમેશ્વરના રહેઠાણ સહિત 30 જગ્યાઓએ આવક વિભાગે દરોડા પાડ્યા છે. તેમાં 4 કરોડથી પણ વધારે રકમ મળી આવી છે. આ વાતની જાણકારી આવક વિભાગના ડાયરેક્ટર જનરલે શુક્રવારે આપી હતી. ડાયરેક્ટર જનરલે જણાવ્યું કે આ દરોડામાં કુલ 4.52 કરોડ રૂપિયા મળી આવ્યા છે.
Director General of Income Tax, Patanjali: A total of Rs 4.52 Crores were recovered in the Income Tax raids yesterday.
The Income Tax department conducted raids at around 30 premises of former Deputy CM of Karnataka G Parameshwara yesterday. #Karnataka pic.twitter.com/KGk7hTUzQH
— ANI (@ANI) October 11, 2019
30 જગ્યાઓએ પાડ્યા દરોડા
આવક વિભાગે બેંગુલુરુ અને તુમાકુરુમાં કોંગ્રેસના નેતા પરમેશ્વરના 30 સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા. ટેક્સ ડિપાર્ટમેન્ટની તરફથી દરોડાની કાર્યવાહી આજે પણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ દરોડા મેડિકલ પ્રવેશ પરીક્ષા સાથે જોડાયેલો કરોડો રૂપિયાની કરચોરીનો કિસ્સો છે.
આવકવેરાના 300 અધિકારીઓ આ કામમાં જોડાયા
300થી વધારે આવક અધિકારીઓએ આ દરોડા પાડ્યા હતા. પૂર્વ ઉપમુખ્યમંત્રી પરમેશ્વર અને પૂર્વ સાંસદ આરએલ જલપ્પાના સ્થાનોએ દરોડા પાડવામાં આવ્યા હતા. વિભાગની તરફથી જાણકારી આપવામાં આવી છે કે દરોડા બાદ મોટી રકમ અને અનેક કાગળ મેળવવામાં આવ્યા હતા. જે મેડિકલ નામાંકનમાં કહેવાતી અનિયમિતતાને સાબિત કરે છે.
મેડિકલમાં નામાંકનને લઈને થઈ ધાંધલી
પરમેશ્વરના ભાઈના દીકરા આનંદના ઘર અને સિદ્ધાર્થ મેડિકલ કોલેજમાં આજે આવક વિભાગની તરફથી દરોડા પાડવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રીના ટ્રસ્ટ દ્વારા આ કોલેજને સંચાલિત કરવામાં આવે છે. પરમેશ્વરનો પરિવાર સિદ્ધાર્થ ગ્રૂપની સંસ્થાઓને સંચાલિત કરે છે. તેની સ્થાપના 58 વર્ષ પહેલાં થઈ હતી. પહેલા તેમના પિતા એચએમ ગંગાધરૈશે કરી હતી. કોંગ્રેસ નેતા જલપ્પાના દીકરા રાજેન્દ્ર દ્વ્રારા કોલાર અને ડોડ્ડાબલ્લાપુરામાં આરએલ જલપ્પા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી ચલાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.