હરિયાણા કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જોઈ ભાજપની ઉંઘ ઉડી જશે..

હરિયાણાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મેનિફેસ્ટોની જાહેરાત કરી છે. એ પ્રમાણે કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું 24 કલાકમાં માફ થશે, ખેડૂતોને મફત વીજળી અપાશે.…

હરિયાણાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મેનિફેસ્ટોની જાહેરાત કરી છે. એ પ્રમાણે કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું 24 કલાકમાં માફ થશે, ખેડૂતોને મફત વીજળી અપાશે. મહિલાઓને નોકરીઓમાં અનામત અને પેન્શનના લાભો અને ફ્રી સરકારી બસસેવાનો લાભ અપાશે. હરિયાણાની ચૂંટણી હોવાથી કોંગ્રેસે મેનિફેસ્ટોની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહિલાઓને મફતમાં મુસાફરીની જાહેરાત કરી ત્યારે વિરોધ કરનારી રાજકીયપાર્ટીઓ પણ ચૂંટણી આવે ત્યારે મફતમાં વિવિધ સુવિધાઓ આપવાની જાહેરાતો કરતી હોય છે.

24 કલાકમાં ખેડૂતોનું દેવું માફ

હરિયાણા કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ વિવિધ પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. એ પ્રમાણે હરિયાણામાં કોંગ્રેસની સરકાર આવશે તો 24 કલાકમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. હરિયાણાની ખાનગી કંપનીઓમાં સ્થાનિક લોકોને 75 ટકા સુધી નોકરી આપવામાં આવશે. મહિલાઓને ખાનગી કંપનીઓની નોકરીઓમાં અનામત મળશે. સરકારી બસસેવા ફ્રીમાં અપાશે.

5100 સુધીનું માસિક ભથ્થુ

વિધવા, દિવ્યાંગ, અપરણિત  મહિલાઓને 5100 સુધીનું માસિક ભથ્થુ આપવામાં આવશે. ગર્ભવતી મહિલાઓને ત્રણ મહિલાથી લઈને બાળકના જન્મ સુધી દર મહિને 3100 રૂપિયા ભથ્થુ અપાશે. મહિલાઓના નામે મિલ્કત ખરદવા પર 50 ટકા સુધી ટેક્સમાફી અપાશે. ખેડૂતોને વીજળી મુક્તમાં અપાશે. 300 યુનિટ સુધીની વીજળીનું બિલ માફ થશે.

બેરોજગારી ભથ્થુ

ડિગ્રીધારી બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થુ મળશે. પોસ્ટ ગ્રેજ્યુએટને 10,000, જ્યારે ગ્રેજ્યુએટને 7000 બેરોજગારી ભથ્થુ આપવાની કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જાહેરાત કરવામાં આવી હતી. પછાત વર્ગોના વિદ્યાર્થીઓને વાર્ષિક 10,000થી લઈને 15,000 સુધીની સ્કોલરશિપ પણ અપાશે. નશાખોરી રોકવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે એવું પણ ઘોષણાપત્રમાં કહેવાયું હતું.

તમામ વર્ગોનો કરાશે સમાવેશ

મેનિફેસ્ટો જાહેર કરતી વખતે કોંગ્રેસે દાવો કર્યો હતો કે તેમણે તમામ વર્ગોને સમાવી લીધા છે. વિદ્યાર્થીઓથી લઈને વૃદ્ધો સુધી તમામને કોંગ્રેસની સરકાર બનશે તો લાભ થશે એવું કોંગ્રેસના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. 21મી ઓક્ટોબરે હરિયાણામાં મતદાન થશે અને 24મી ઓક્ટોબરે પરિણામો જાહેર થશે. 90 સભ્યો ધરાવતી હરિયાણા વિધાનસભામાં ગત ચૂંટણીમાં ભાજપને 48, કોંગ્રેસને 17 બેઠકો મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *