ન જળવાયો મોતનો મલાજો! મોદી આવે તે પહેલા જ લાશોના ઢગલા હતા તે સરકારી હોસ્પિટલમાં રંગરોગાન શરુ- જુઓ દ્રશ્યો

ગુજરાત(Gujarat): મોરબી(Morbi) સિવિલ હોસ્પિટલ(Civil Hospital)ના તંત્ર દ્વારા તાત્કાલિક પણે હોસ્પિટલનું રંગરોગાન કાર્ય હાથ ધરી દેવામાં આવ્યું છે. કારણે આજે બપોર બાદ PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi) પીડિતોની મુલાકાત લેવાના છે. સિવિલ હોસ્પિટલને નવી બનાવવા માટે કલરકામ કરવામાં આવી રહ્યું છે.

સાથે જ હોસ્પિટલની અંદર એલ્યુમિનિયમ સેક્શનના નાનાં નાનાં રૂમ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલના રંગરોગાન કાર્યના વિડીયો અને ફોટો પણ સામે આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી સિવિલ હોસ્પિટલને નવી બનાવવા કલરકામ કરવામાં આવી રહ્યું છે.

હોસ્પિટલમાં તૂટેલાં પાણીનાં કૂલર હટાવી નવાં કૂલર મૂકી દેવામાં આવ્યાં છે. સાથે સાથે હોસ્પિટલમાં તૂટેલાં બેડને દૂર કરી નવાં બેડ લાવવામાં આવી રહ્યાં છે.

તો બીજી બાજુ એલ્યુમિનિયમ સેક્શનના નાના નાના રૂમ પણ બનાવવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની બિસ્માર હાલત હતી એ સિવિલ હોસ્પિટલને નવી દેખાય એ માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાત મુલાકાતે છે ત્યારે આજે બપોર બાદ વડાપ્રધાન મોરબીની મુલાકાતે આવવાના છે અને મોરબી દુર્ઘટનાના પીડિતોની મુલાકાત કરવાના છે.

ત્યારે ગઈકાલથી જ તંત્ર દ્વારા તાત્કાલિક પણે હોસ્પિટલનું રંગરોગાન કાર્ય હાથ ધરી દેવામાં આવ્યું હતું.

દુર્ઘટનાના CCTV આવ્યા સામે:
મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. એવામાં મોરબીની દુર્ઘટનાના CCTV   આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, રવિવારે સાંજે 6.32 વાગે પૂલ ટૂટ્યો અને 500થી વધુ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા. અત્યારે હાલ 25 થી વધુ બાળકો સહિત મૃત્યુઆંક 190એ પહોંચ્યો છે, જ્યારે ઘણાં લોકો ગુમ છે. હજી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *