સુરતમાં જમીન વિવાદમાં ખેલ્યો ખૂનીખેલ: પુત્ર, પત્ની અને જમાઈએ ચાર્જિંગ કેબલથી ગળું દબાવી કરી હત્યા

Murder in Pandesara, Surat: સુરતના પાંડેસરા માંથી અજીબ મર્ડર મિસ્ટ્રી સામે આવી છે.જેમાં પત્નીએ જ પુત્ર અને જમાઈ સાથે મળી પતિની હત્યા કરી છે.ગામની જમીન…

Murder in Pandesara, Surat: સુરતના પાંડેસરા માંથી અજીબ મર્ડર મિસ્ટ્રી સામે આવી છે.જેમાં પત્નીએ જ પુત્ર અને જમાઈ સાથે મળી પતિની હત્યા કરી છે.ગામની જમીન વેચવા મુદ્દે પુત્ર ,પત્ની અને જમાઈએ ભેગા મળી યુવકની હત્યા(Murder in Surat) કરી નાખી છે.પાંડેસરા કૈલાસ નગરમાં રહેતા રાજારામ યાદવ વતની જમીન વેચી દારૂ પીને પરિવાર સાથે ઝઘડો કરતો રહેતો હતો.ઉપરાંત વતનમાં રહેલ અન્ય જમીન ફરી વેચાણનાં ફિરાકમાં હતો.જેને લઇ પરિવારમાં ઝઘડો થતા પુત્રએ પોતાના પિતા ના પગ પકડી ,પત્નીએ હાથ પકડી રાખ્યા જ્યારે જમાઈએ મોબાઈલ વાયરથી ગળે ટુંપો આપી હત્યા(Murder in Surat) કરી લાશને દૂર ફેંકી આવ્યા હતા. ઘટના ને પોલીસ થી છુપાવા ની કોશિશ કરી હતી.

સુરતના પાંડેસરા કૈલાશનગર ત્રણ રસ્તાથી ગાંધીકુટીર તરફ જતા રોડે આવેલા ખાડીપુલ નીચેથી પસાર થતા રોડ પર એક ઇસમની લાશ મળી આવી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક યુવકના શરીરે ઈજાના નિશાન હોય પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી હતી. તેમજ મૃતક યુવકનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો(Murder in Surat) ગુનો નોંધી મૃતક યુવકની ઓળખ કરવા સાથે યુવકની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

આ બનાવમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરુ કરી હતી દરમ્યાન મૃતક યુવકની ઓળખ મૂળ ઉતરપ્રદેશના વતની અને હાલમાં પાંડેસરા કૈલાશ ચોકડી પાસે રહેતા રાજારામ ધોલાઈ યાદવ તરીકે થઇ હતી. જેથી પોલીસે તપાસ કરતા ઘરના સભ્યો સબંધીઓને ત્યાં હોવાની માહિતી મળી હતી.જેથી પોલીસે સબંધીઓને ઘરે જઈને તપાસ કરતા ત્યાં મૃતકની પત્ની ઉર્મિલાબેન [ઉ.34] તેમનો જમાઈ રાજુભાઈ રામધારી યાદવ [ઉ.36] અને સગીર વયનો દીકરો મળી આવ્યો હતો. પોલીસે મૃતકની લાશનો ફોટો બતાવીને ખરાઈ કરી તેઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી. જેમાં તેઓ ઉડાવ જવાબ આપી સંતોષકારક ખુલાસો ન કરતા હોય જેથી પોલીસે તમામની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરી હતી.

પોલીસે કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, મૃતક રાજારામ ધોલાઈ યાદવ કોઈ કામ ધંધો કરતો ન હતો. તેમજ પોતાના વતન ગામમાં આવેલી જમીન વેચાણ કરી રૂપિયા ઉડાવતો હોય અને અવાર નવાર પોતાની પત્ની, દીકરા અને દીકરી સાથે મારઝૂડ કરતો હતો. દરમ્યાન ગત તારીખ 7 ડિસેમ્બર ના રોજ પણ સાંજના સમયે ઘરે આવી રાજારામ ધોલાઈ યાદવએ તેની પત્ની, દીકરા સાથે ગાળગલોચ કરી ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન તેનો જમાઈ રાજુ યાદવ ત્યાં આવી ગયો હતો અને મૃતક રાજારામ યાદવને સમજાવવા જતા તે ઘરમાં પડેલું ચપ્પુ વડે તેમને મારવા દોડ્યો હતો.જેમાં પત્ની, દીકરા તથા જમાઈએ આવેશમાં આવીને મૃતક રાજારામ ધોલાઈ યાદવને નીચે પાડી મોબાઈલના ચાર્જીંગ કેબલ વડે ગળે ટુંપો આપી દીધો હતો

જોકે હત્યા(Murder in Surat) કર્યા આ બાબતે કોઈને જાણ ન થાય તે માટે તેની લાશનો નિકાલ કરવા મોડી રાત સુધી રાહ પણ જોઈ હતી અને બાદમાં કોઈની અવર જવર ન હોય તેવા રાતના સમયે રાજારામ ધોલાઈ યાદવની લાશને તેના જમાઈ રાજુ તથા સગીર વયના દીકરાએ બાઈક પર ગાંધીકુટીર પાસે આવેલા ખાડી પુલ પાસે ફેકી દીધી હતી. આ બનાવમાં પોલીસે મૃતક રાજારામ ધોલાઈ યાદવની પત્ની ઉર્મિલા, અને જમાઈ રાજુ રામધારી યાદવ ‘[ઉ.૩૬] તથા મૃતકના સગીર વયના દીકરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે ડીસીપી વિજયસિહ ગુર્જરે જણાવ્યું હતું કે, યુવકની લાશ મળ્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. મૃતક યુવકની ઓળખ તે સમયે થઇ ન હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ રાજારામ ધોલાઈ યાદવ તરીકે થઇ હતી. તે મૂળ ઉતરપ્રદેશના ગોરખપુર જિલ્લાનો વતની હતો. સુરતમાં તે પાંડેસરા કૈલાશ ચોકડી પાસે રહેતો હતો અને છુટક મજુરી કરતો હતો. આ બનાવમાં તેઓના પરિવારજનોની પૂછપરછમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. તેના પરિવારજનોની પૂછપરછમાં સામે આવ્યું હતું કે મૃતકની પત્ની, જમાઈ અને સગીર વયના દીકરાએ તેની ઘરમાં જ હત્યા(Murder in Surat) કરી હતી

વધુમાં જણાવ્યું હતું કે પરિવારજનોની કડક પૂછપરછ કરતા કારણ સામે આવ્યું હતું કે, તેઓની વતનમાં આવેલી જમીનમાંથી કેટલીક જમીન મૃતકે વહેચી નાખી હતી બીજી બાકી બચેલી જમીન વેચવાનો પ્રયાસ કરતો હતો. આ ઉપરાંત તે નશાની પ્રવુતિ પણ કરતો હતો. અવાર નવાર તે ઘરના સભ્યો સાથે ઝગડો પણ કરતો હતો જેથી પરિવારજનો પણ પરેશાન હતા આ દરમ્યાન જમીનની મેટર આવતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. દીકરાએ તેના પિતાના પગ પકડી રાખ્યા હતા, પત્નીએ હાથ પકડી રાખ્યા હતા.અને જમાઈએ મોબાઈલના કેબલથી ગળે ટુંપો આપી હત્યા કરી હતી અને બાદમાં જમાઈ અને દીકરાએ બાઈક પર તેઓની લાશ લઈને ફેકી દીધી હતી. આ ઘટનામાં ત્રણેયની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *