માતાએ 7 વર્ષના બાળકની હત્યા કરી એ પહેલા હું દુષ્ટ છું, હું ખરાબ છું, આ બધી વાતો દબાણપૂર્વક લખાવી અને પછી…

બ્રાઝિલ: પોલીસને 7 વર્ષના બાળકના હત્યા કેસમાં એક ડાયરી મળી છે. પોલીસ પણ ડાયરીમાં લખેલી વાતો વાંચીને  ચોંકી ઉઠી છે. ડાયરીના કેટલાક પેજ પોલીસે શેર કર્યા છે, જેમાં લખ્યું છે કે, હું ખરાબ છું, હું દુષ્ટ છું. મને નથી ખબર કે કોઈને મહત્વ કઈ રીતે આપવું. હું એક ખરાબ પુત્ર છું. આ બધી વાતો 7 વર્ષના બાળકે લખી હતી. પણ તેણે આવું કેમ લખ્યું તે હજુ જાણવા મળ્યું નથી.

મળતી માહિતી અનુસાર, છોકરાની હત્યા કોણે કરી. પોલીસને શંકા છે કે, માતાએ પુત્રની હત્યા કરી હતી. આ ડાયરી તેના પાછળનું કારણ છે. દીકરાને માતા રોજ ત્રાસ આપતી હતી. પોલીસને મળેલી ડાયરીના પાના હું ખરાબ છું. હું ક્રૂર છું, હું દુષ્ટ છું. મને નથી ખબર કે કોઈને મહત્વ કઈ રીતે આપવું. હું ખરાબ દીકરો છું આવું લખેલું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મિગુએલની 26 વર્ષીય માતા યાસ્મીને તેના પુત્રને ‘હું એક મૂર્ખ’ છું જેવું લખવા માટે દબાણ કર્યું હતું. તે બાળકને માર પણ મારતી હતી. હત્યા પહેલા પણ માતા એ આવું જ કર્યું હશે. જ્યારે પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે યાસ્મીને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું હતું કે, બાળકને બેગમાં મૂકીને નદીમાં ફેંકતા પહેલા તેને એન્ટીડિપ્રેસન્ટ્સ સાથે માદક દ્રવ્યો આપવામાં આવ્યા હતા.

તેના ગુમ થયાની જાણ તેણે મિગુએલના ગુમ થયાના બે દિવસ પછી કરી હતી. ખરેખર, છૂટાછેડા પછી, પુત્રની તમામ જવાબદારી માતા પર આવી ગઈ હતી. તેનાથી ગુસ્સે થઈને તેણે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. માતા તેના પ્રેમી સાથે રહેતી હતી. એક વીડિયો પણ પોલીસને મળ્યો છે જેમાં તેની માતાનો પ્રેમી પણ બાળકને ખીજવાય રહ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, બાળક કુપોષિત છે. તે શાળાએ પણ જતો હતો, પરંતુ શાળામાં તેના કોઈ મિત્ર ન હતા. તે ઘરના એક રૂમમાં બંધ હતો. તેને ઘરમાં જ બાંધી રાખવામાં આવતો હતો. ગુનાની કબૂલાત કર્યા પછી, પોલીસે ઘરમાં તપાસ કરતા એક ચેન મળી જે મિગુએલને બારી સાથે બાંધવા માટે ઉપયોગમાં લેવાતી હતી. હજુ તેનો મૃતદેહ મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *