વરમાળા પહેરાવે એ પહેલા જ દુલ્હને વરરાજાને એવો તો શું સવાલ પૂછ્યો કે જવાબ ન આપતા લગ્ન જ થયા કેન્સલ

લગ્ન તૂટવાના અવાર નવાર ઘણા કારણો સામે આવતા હોય છે.તો ઘણી વખત કરિયાવરની માંગને લીધે કે કોઈ અન્ય કારણને લીધે લગ્ન તૂટી જાય છે. ત્યારે એક ચોકાવનારી ઘટના ઉતર પ્રદેશથી સામે આવી છે ચાલો જાણીએ સમગ્ર ઘટના વિશે…

ઉતર પ્રદેશથી જ એક લગ્ન તૂટવાની અનોખી ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના ઉતર પ્રદેશના મહોબા જીલ્લાની છે. જ્યાં ખરેલા પોલિસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતી યુવતીના લગ્ન પનવાડી વિસ્તારના એક ગામડામાં નક્કી કરવામાં આવેલ હતા.

૩૦ એપ્રિલના રોજ સાંજે જાણ કન્યા પક્ષના ઘરે પહોચી હતી. જયારે જાનૈયાઓની ખુબ સેવા કરવામાં આવી. ત્યારે લગ્નમાં વરરાજો વરમાળાના કાર્યક્રમમાં આમ તેમ નાટક કરવા લાગ્યો, જે બધું દુલ્હન જોઈ રહી હતી. વરરાજો વરમાળા નાખે તે પહેલા જ દુલ્હને વરરાજાને એક સવાલ કર્યો અને સવાલ કરતા દુલ્હને કહ્યું કે જો તે આ પ્રશ્નનો જવાબ આપશે ત્યારે જ હું લગ્ન કરીશ અને જો પ્રશ્નનો જવાબ ન આપી શક્યો તો હું લગ્ન નહી કરું. મહત્વનું તો એ છે કે દુલ્હને વરરાજાને બે ઘડિયા બોલવાનું કહ્યું અને વરરાજાની પોલ ઉઘાડી પડી. ત્યાર બાદ દુલ્હને વરમાળા અને સાત ફેર ફરવાની પણ ના પડી દીધી.

દુલ્હને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી કે તે તેમની સાથે લગ્ન નહી કરે અને આટલું જ સાંભળતા જ જાનૈયાઓમાં નિરાશા ફેલાઈ ગઈ અને ખુશિનો માહોલ નિરાશામાં ફેરવાઈ ગયો. કોઈને પણ સમજ નહોતી પડતી કે હવે શું કરવું. દુલાહને જણાવતા કહ્યું છે કે તે કોઈ એવી વ્યક્તિ સાથે લગન કરવા નથી માંગતી જેને ગણિતના મૂળ પાયાની જ ખબર ન હોય. કલાકો સુધી ચર્ચા કર્યા બાદ પણ આ મુદ્દો સોલ્વ ન થઈ શક્યો. આખી રાત દુલ્હનને માનવાની કોશીશ કરવામાં આવી, પરંતુ દુલ્હને કોઈની પણ વાત સાંભળી જ નહિ. જયારે પોલીસને આ ઘટનાની જાણકારી મળી ત્યારે પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ છોકરી તો પોતાના નિર્ણય પર અડગ જ રહી અને ન માની એટલે ન જ માની. આખરે ઘણા પ્રયાસો બાદ છોકરીની વાત માની લેવામાં આવી.

કન્યા પક્ષના લોકો નજીકના પોલીસ સ્ટેશન પહોચ્યા અને પોલીસ સ્ટેશન જઈને માંગણી કરતા કહ્યું કે લગ્ન સમારોહ દરમિયાન જે પણ રૂપિયા ખર્ચ થયા તે અમને પાછા આપવામાં આવે. પોલીસ સ્ટેશનના અધ્યક્ષ વિનોદ કુમારે કહ્યું છે કે બંને પક્ષોની વાત સાંભળી છે. તેમને જણાવતા કહ્યું છે કે આ એક અરેંજ મેરેજ હતા. બંને પક્ષના લોકોએ એક બીજા સાથે વાતચીત કરવામાં આવી અને સમજુતી કરવામાં આવી. વાતચીત દરમિયાન નક્કી કરવામાં આવ્યું છે કે બંને પક્ષ સમજુતી બાદ એકબીજાને આપવામાં આવેલ ઘરેણા અને ઉપહાર પરત કરશે. બંને પક્ષની સમજુતી જોતા પોલીસે કેસ દાખલ કર્યો ન હતો.

મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આ બધું એટલે થયું કે છોકરીને જુઠ્ઠું બોલવામાં આવ્યું હતું કે છોકરો ભણેલ-ગણેલ છે. જાણ આવી ગયા બાદ બધા રીતિરીવાજો શરૂ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ છોકરીને કઈક થી આ વાતની ખબર પડી ગઈ હતી કે આ છોકરો ભણેલો નથી. ત્યાર બાદ છોકરીએ નિર્ણય લીધો કે આ વાતની તે તપાસ કરશે. ત્યારે બરોબર વરમાળા પહેરાવવાના સમયે છોકરીએ છોકરાને સવાલ કર્યો હતો અને તે આ સવાલનો જવાબ આપી શક્યો ન હતો. છોકરીની શંકા સાચી ઠરી અને તેમને તરત જ તે છોકરાને લગ્ન કરવાની ના કહી દીધી. બવ સમજાવ્યા બાદ પણ છોકરી આખરે માની નહિ અને બંને પક્ષની સમજુતીથી લગ્ન કેન્સલ કરવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *