બીજો ‘ગ્રીષ્માકાંડ’ ન થાય તે હેતુસર સુરતમાં દીકરીઓને કરાટે, દંડ અને રાઇફલ ચલાવવા સુધીની ટ્રેનિંગ આપવાની શરૂઆત

સુરત (Surat) ગ્રીષ્માકાંડે (Grishmakand) સમગ્ર દેશભરમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારે આવું બીજી કોઈ દીકરી સાથે ન થાય, તે હેતુસર સુરતમાં યુવતીઓને કરાટે, દંડ અને સાયકલ ચલાવવી, સુધીની ટ્રેનિંગ આપવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે, કોઈ પણ યુવતી આફતમાં ફસાયેલી હોય તો તેની જાતે જ પોતાનો સ્વબચાવ કરી શકશે.

પાછલા ઘણા સમયમાં, દીકરીઓની ચિંતાને લઈને સમાજ સતત પ્રયાસો હાથ ધરી રહ્યો છે. ત્યારે કોઈપણ દીકરીની છેડતી અથવા દુષ્કર્મ જેવી ઘટનાઓ સામે લડવા દીકરીઓને તૈયાર કરવામાં આવી રહી છે. દીકરી સ્વયંભૂ રીતે પોતાની રક્ષા ખુદ કરી શકે તે ખૂબ મહત્વનું છે.

સુરત શહેરના દુર્ગાવાહિનીએ, તમામ દીકરીઓને સ્વયંભૂ પોતાની રીતે સુરક્ષા કરી શકે તે હેતુસર, શાળા અને કોલેજમાં ભણતી યુવતીઓ ને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવાની અનોખી શરૂઆત કરી છે. આ સંસ્થા દ્વારા શાળા-કોલેજો અને દીકરીઓને કરાટે-દંડ અને રાઇફલ ચલાવવી જેવી ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે.

હિન્દુ સંગઠન અંતર્ગત કામ કરતી દુર્ગાવાહિનીનું એક જ ધ્યેય છે કે, સમાજની દરેક દીકરીઓ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને મજબૂત બને. સમાજની કોઇપણ દીકરી, કોઈપણ આફત વચ્ચે પોતાનું રક્ષણ સ્વયંભૂ કરી શકે તે રીતની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

આમ તો છેલ્લા ઘણા સમયથી દુર્ગાવાહિની દ્વારા, ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરીને દીકરીઓને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરવા તાલીમ આપવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં દીકરીઓને રાયફલ ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. સાથોસાથ કરાટે અને દંડથી પોતાની રક્ષા કેવી રીતે કરવી? તે અંગે ટ્રેનિંગ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *