બ્રેકની જગ્યાએ પગ એક્સિલેટર પર પડી ગયો અને સર્જાયો ગંભીર અક્સ્માત- એકનું ઘટના સ્થળે જ દર્દનાક મોત

મહેસાણા(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યા છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેવામાં ફરી એક વાર મહેસાણામાં બહુચરાજી તાલુકામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે બહુચરાજી તાલુકાના મોઢેરા ગામે સૂર્યમંદિર નજીક હાઇવે પર એક બેકાબુ કારે પાર્કિંગ કરેલા ટ્રેલર સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. તે દરમિયાન કાર ચાલકનું મોત નીપજ્યું હતું. રવિવારે રાત્રે 8-30 વાગ્યાની આસપાસ મોઢેરાના વતની અને પાટણ ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી કરતા જગમાલ ભાઇ બેચરભાઈ ચૌહાણ સમાજની મિટિંગમાં પાટણમાં હાજરી આપી મોઢેરા પરત ફરી રહ્યા હતા.

તે દરમિયાન તેમનો પુત્ર સુનિલ ચૌહાણ હાઈવે પર રામદેવ પીરના મંદિરે ઉભો હતો અને તેણે કાર ઘરે મૂકી આવવા કહ્યું હતું. આથી જગમાલભાઇ ગાડી ચાલુ રાખી નીચે ઉતરતા હતા, તે સમયે અચાનક તેમનો પગ એક્સિલેટર ઉપર આવી જતાં કાર પૂરઝડપે ચાલવા લાગી હતી. તેના પર કાબુ મેળવે તે પહેલાં રોડ પર ઉભેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારચાલકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાને કારણે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મોઢેરા પોલીસ મથકમાં આ બનાવ અંગે મૃતકના પુત્ર સુનિલભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *