લાખો માઈ ભક્તો માં મોગલના ધામમાં દર્શન માટે ઉમટી પડે છે. કહેવાય છે કે, કોઠીમાં દાણા અને ખિસ્સામાં નાણા જોઈ દિવસ ના ખૂટવા દે એ માં મોગલ… આજે માં મોગલના નવા જ પરચા વિશે જણાવીએ. અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે માં મોગલે માનતાઓ પૂરી કરી. હજારોની સંખ્યામાં લોકો માનેલી માનતાઓ પૂરી કરવા માટે મોગલધામ આવતા હોય છે. પરંતુ, આજે સાબિત થઇ ગયું છે કે માં મોગલ માત્ર માનતા જ નહિ, પરંતુ માનતા માન્યા વગરની માંગણીઓ પણ સ્વીકારે છે.
માં મોગલના એક ભક્ત કે જે માં મોગલધામ માં ના દર્શન કરવા માટે આવી પહોચ્યા હતા. તેઓની માત્ર ઈચ્છા હતી કે તેમણે કરેલી મહેનત પ્રમાણે માતાજી તેમની લાજ રાખે. પરંતુ ખરેખર માં મોગલે તેમનો સાથ આપ્યો. તેઓ સ્વીમીંગમાં ૧૦ સેકન્ડથી પાસ થઇ ગયા. જેથી તેમને ઈચ્છા થઇ કે તેઓ મોગલધામમાં પૈસા વાપરે. જેથી આ યુવક પોતાના માતા-પિતા સાથે માં મોગલના દ્વારે આવી પહોચ્યા હતા.
કબરાઉ સ્થિત માં મોગલના સાનિધ્યમાં બિરાજમાન મણીધર બાપુના તેમણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને તેમને ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા. ત્યારે મણીધર બાપુ એ પૂછ્યું કે, આ શેની માનતા હતી? ત્યારે આ યુવકે સમગ્ર હકીકત જણાવી અને કહ્યું કે, આ માનતા ન્હોતી પરંતુ મારી ઈચ્છા હતી કે હું મોગલધામમાં મારી યથાશક્તિ પ્રમાણે રૂપિયા વાપરું. ત્યારે મણીધર બાપુ એ પૂછ્યું કે, તારે બહેન છે? ત્યારે યુવકે કહ્યું, હા બેન છે. સાસરે છે. મણીધર બાપુ એ કહ્યું કે, આ રૂપિયા તારી બહેનને આપી દેજે. તારી બહેન તને દુઆ આપશે. અને બહેનની દુઆ ક્યારેય વ્યર્થ નથી જતી.
સાથે જ મણીધર બાપુએ કહ્યું કે, ક્યારેય કોઈ પણ જગ્યા એ રૂપિયા આપવા નહિ. મોગલધામમાં ક્યારેય એક પણ રૂપિયાની ભેટ કે સોગાત સ્વીકારવામાં આવતું નથી. માં મોગલ તો આપનારા છે, લેનારા નહિ. માં મોગલ તો પોતાના ભક્તો દ્વારા આપવામાં આવતા પ્રેમથી જ પ્રસન્ન રહે છે. અને અમારી સાચી ધન-દોલત તો તમે છો. તમારા વિશ્વાસ વગર અહિયાં કઈ જ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.