શિક્ષક બન્યો શૈતાન: નિર્દયી બનીને વિદ્યાર્થીને એવો ઢોરમાર માર્યો કે આંખની રોશની જતી રહી

વિદ્યાર્થીઓ ભૂલ કરે તો શિક્ષક તેમને સમજાવે છે. પરંતુ કયારેક-કયારેક એક બે થપ્પડ પણ મારી દે છે. સ્કૂલમાં વિદ્યાર્થી શિક્ષા પ્રાપ્ત કરવા જાય છે, પરંતુ કેટલીક વખત વિદ્યાર્થીને શિક્ષક દ્વારા કઠોર સજા આપવામાં આવે છે. ત્યારે આવી ઘણી ઘટનાઓ સર્જાતી હોય છે તે કારણે વિદ્યાર્થી ઘણી વખત ગભરાય જાય છે. ત્યારે આવી જ એક ઘટના ચેન્નાઇમાં બની છે. ચેન્નાઇની એક સરકારી સ્કૂલમાં શિક્ષકે 15 વર્ષના વિદ્યાર્થીને એટલી ખરાબ રીતે માર માર્યો કે તેના આંખની રોશની જતી રહી.

મળતી માહિતી પ્રમાણે, શિક્ષકે વિદ્યાર્થીને માથાના ભાગમાં માર્યું હતું. આ બાળકનું નામ કાર્તિક કહેવાય છે અને તેની હાલ રાજીવ ગાંધી ગવર્નમેન્ટ જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આશા છે કે તેની આંખની રોશની પાછી આવી જાય.

શું છે આખી ઘટના ?

આ ઘટના 5મી ફેબ્રુઆરીના રોજની છે. મેડવક્કમની ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં બની. વિદ્યાર્થીના માતા રેખાના જણાવ્યા પ્રમાણે, શિક્ષકે તેમના દીકરાને કથિત રીતે કલાસમાં ફૂટપટ્ટીથી માર માર્યો હતો. કહેવાય છે કે તે પાછળ બેસીને કોઇની સાથે વાત કરી રહ્યો હતો. તેના લીધે શિક્ષકે તેને માર્યું. કાર્તિક સાંજે સ્કૂલથી ઘરે પરત ફર્યો અને માતાને ડરતા ડરતા સ્કૂલની માહિતી આપી. ત્યારબાદ તે સ્કૂલ ગયો નહીં.

આંખ લાલ થઇ ગઇ અને સોજી ગઇ હતી

બાળકના માતાએ કહ્યું કે, ત્યારબાદ તેના માથા અને આંખમાં દુ:ખાવાની ફરિયાદ કરી. તેની ડાબી આંખ લાલ થવાની સાથો સાથ સોજી જવા લાગી અને તેને જ્યારે ધૂંધળું દેખાવા લાગ્યું તો તેને જણાવ્યું તો અમે તેને ડૉકટર પાસે લઇ ગયા. કાર્તિક કથિત રીતે પોતાની ડાબી આંખની રોશની ગુમાવી ચૂકયો છે. બુધવારના રોજ હોસ્પિટલમાં તે સારવાર માટે પોતાની સારવાર માટે હોસ્પિટલમાં રાહ જોઇ રહ્યો હતો. માતાએ કહ્યું કે, અમે હજુ પણ હોસ્પિટલમાં છીએ. ડૉકટર તેને જોવામાં સમય લઇ રહ્યા છે. આથી તેની સારવારમાં મોડું થઇ રહ્યું છે. વિદ્યાર્થીના માતા એ કહ્યું કે, તેમણે પલ્લીકરનઇ પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ કરી પરંતુ હજુ સુધી શિક્ષકની વિરૂદ્ધ નોંધાયેલી એફઆઇઆરની કોપી મળી નથી. મને મારા બાળક માટે ન્યાય જોઇએ છે. અધિકારીઓને નિષ્પક્ષ તપાસ અને તેના શિક્ષકને સસ્પેન્ડ કરવા જોઇએ. જેથી કરીને મારા બાળકના જેવું બીજા બાળકો સાથે ના થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *