શરીરની પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટીને વધારવામાં ગિલોય ખૂબ અસરકારક સાબિત થાય છે. આ તમને ઘણા રોગો સામે લડવાની ક્ષમતા આપે છે. કોરોના વાયરસથી બચવા માટે તમારી અંદર રોગ પ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે દરરોજ તમે નિશ્વિત માત્રામાં ગિલોયનું સેવન કરો. ગિલોયના જ્યૂસનું નિયમિત સેવન કરીને તાવ, ફ્લૂ, ડેન્ગ્યૂ, મલેરિયા, પેટમાં કૃમિની સમસ્યા, લોહીમાં ખરાબી, લો બ્લડ પ્રેશર, હાર્ટની બિમારીઓ, ટીબી, પેટના રોગો, ડાયાબિટીસ અને સ્કીનની બિમારીઓમાંથી રાહત મળી શકે છે. ગિલોય ભૂખ વધારે છે.
આ રોગોમાં ફાયદાકારક
– ડાયાબિટીઝના એવા દર્દી જેમને ટાઇપ-2 ડાયાબિટીઝની સમસ્યા છે, તેમને ગિલોયના સેવનથી ખૂબ ફાયદો થશે.
– ગિલોયના નિયમિત સેવનથી રમૂમેટાઇડ આર્થરાઇટિસ(સાંધાના દુખાવા)માં રાહત મળે છે.
-વારંવાર બિમાર પડો છો, તો તેનો અર્થ એ છે કે તમારી ઇમ્યૂનિટી નબળી છે. ગિલોય હેલ્ધી કોશિકાઓને મેન્ટેન કરે છે અને શરીરને નુકસાન પહોંચાડનાર ફ્રી રેડિકલ્સથી લડીને ઇમ્યૂનિટીને વધારે છે.
– ગિલોય સ્ટ્રેટ લેવલને પણ ઓછો કરવામાં ઉપયોગી છે.
– એવા લોકો જેમને Chronic Fever છે. તેમના માટે ગિલોય એકદમ ફાયદાકારક હોય છે. આ બ્લડ પ્લેટલેટ્સને વધારવા અને જીવલેણ બિમારીઓ સાથે લડવામાં મદદ કરે છે. ગિલોયમાં એન્ટી-ઇંફ્લેમેટ્રી ગુણ જોવા મળે છે.
– ગિલોય અસ્થમાના દર્દીઓને સાજા કરે છે. અસ્થમાના રોગીઓ માટે ગિલોયના મૂળીયા ચાવવાની સલાહ આપવામાં આવે છે.
– શ્વાસ સંબંધિત જોડાયેલી સમસ્યાઓ જેમ કે શરદી, ખાંસી, ટોન્સિલ, કફ વગેરે ગિલોયના સેવનથી સરળતાથી ઠીક થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news