માન મર્યાદા ભૂલી ભાજપના આ દિગ્ગજ નેતા જાહેરમાં જ મુખ્યમંત્રીને આપવા લાગ્યા ગાળો અને પછી…

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું વર્ષ પહેલા જ રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણી લડત તીવ્ર બની છે. બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે ફરી આક્રમક રીતે મમતા સરકાર પર પ્રહાર કર્યા છે. દિલીપ ઘોષે કહ્યું કે, મમતા દીદીને જય શ્રી રામ બોલવામાં ઘણી સમસ્યા છે?

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે સીએમ મમતા બેનર્જી માટે ખૂબ આપતિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો અને પૂછ્યું હતું કે, તે રામની ધરતી પર હરામીની જેમ કેમ વર્તન કરી રહી છે. દિલીપ ઘોષે કહ્યું કે, તેમના લોહીમાં એવું તો શું છે કે, તે જય શ્રી રામ બોલી શકશે નહીં. રામના દેશમાં જ આવું વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે?

ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, મમતા બેનર્જી ખે છે કે, બદલાવ નહીં, બદલી નાખો. પરંતુ હું કહેવા માંગુ છું કે, જ્યારે આપણે સત્તા પર આવીશું ત્યારે અમે અમારા કાર્યકરોના મોતનો બદલો લઈશું. દિલીપ ઘોષે જાહેર સભામાં આ વાત કહી હતી.

દિલીપ ઘોષ સતત આવા નિવેદનો આપી રહ્યા છે. જેની ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, મમતાના રાજ હેઠળ બંગાળમાં આતંકવાદી જૂથો સક્રિય થઈ ગયા છે, જે પશ્ચિમ બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવા માંગે છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને ટીએમસી વચ્ચેની લડાઇ
આ પહેલીવાર નથી જ્યારે બંગાળમાં જય શ્રી રામના નારા લગાવ્યા બાદ ઝગડો થયો હોય. 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા આ સૂત્ર બોલવામાં આવી રહ્યું હતું, તે પછી પણ મમતા ખૂબ નારાજ હતા. મમતાએ આરોપ લગાવ્યો છે કે, આ સૂત્રને ભાજપે રાજકીય રૂપ આપ્યું છે.

તમને જણાવી દઈએ કે, મે 2021 માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ આક્રમક વલણ અપનાવી ચૂકી છે. બંગાળમાં ભાજપે 200 બેઠકો જીતવાનું લક્ષ્યાંક બનાવ્યું છે, જેના કારણે પાર્ટી સતત આક્રમક પ્રચાર કરી રહી છે. ઘણા કેન્દ્રીય પ્રધાનો અને નેતાઓ પણ સતત રાજ્યની મુલાકાતે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *