બેંગ્લોર(Bangalore)માં એક વેપારીએ ખાતાની સાચી વિગતો ન આપવાના ગુસ્સામાં પોતાના પુત્રને જીવતો સળગાવી દીધો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. વિડીયો(Video) અને પાડોશીઓની ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. આ મામલો રૂ. 1.5 કરોડની એકાઉન્ટ શીટમાં ગડબડી હોવાનું કહેવાય છે.
ઘટના બે દિવસ પહેલાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વેપારી પિતા અને તેના 25 વર્ષના પુત્ર વચ્ચે 1.5 કરોડ રૂપિયાના હિસાબના સમાધાનને લઈને ઝઘડો થયો હતો. પડોશીઓના જણાવ્યા અનુસાર, ગભરાયેલો અર્પિત (પુત્ર) પોતાને બચાવવા માટે ઘરની બહાર આવ્યો હતો. તેના શરીર પર પેઇન્ટ થીનર હતું. તે તેના પિતાને માફ કરી દેવાનું કહેતો હતો પરંતુ સુરેન્દ્ર સાંભળવા તૈયાર ન હતો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, સુરેન્દ્રએ થોડી જ વારમાં માચીસની સ્ટિક સળગાવીને ફેંકી દીધી. થોડી જ વારમાં અર્પિતના શરીરમાં આગ લાગી. પાડોશીઓની મદદથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બે દિવસ સુધી જીવન સામે જંગ લડી રહેલા અર્પિતનું ગુરુવારે મોત થયું હતું. પાડોશીઓની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
બીજી તરફ દિનદહાડે બનેલી આ ઘટનાને લઈને શહેરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. લોકો હજુ પણ માનતા નથી કે પૈસા માટે પિતા પોતાના પુત્રને જીવતો સળગાવી શકે છે. બીજી તરફ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સુરેન્દ્ર દુકાન ચલાવે છે અને દુકાનના 1.5 કરોડના એકાઉન્ટ શીટને લઈને પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. કેસની તપાસ ચાલી રહી છે, હાલમાં સીસીટીવીના આધારે આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.