Heterodox youth in a Panghat Garba class in Adajan, Surat: ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવેલો અડાજણના વિસ્તાર ગરબા ક્લાસ વિવાદમાં ઘેરાયો છે. અડાજણમાં આવેલા આનંદ મહેલ રોડ ખાતે આવેલ પનઘટ ગરબા ક્લાસમાં એક વિધર્મી યુવક પોતાનું નામ બદલીને ગરબા શીખવતો હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર મામલો ખુબજ બીચક્યો છે. અહી ખાસ વાત તો એ છે કે તે યુવાને સોશિયલ મીડિયા પર આકાશ નામથી એક ફેક આઈડી બનાવી હોવાનું પણ કબુલ્યું છે.
આ સમગ્ર ઘટના અંગે મળેલી માહિતી અનુસાર અનિલ જલીવાલા નામનો એક વ્યક્તિ ગરબા ક્લાસીસ ચલાવતો હોવાનું પ્રકાશમાં આવ્યો હતો. આ વ્યકિત ગરબા ક્લાસમાં પોતાનું નામ બદલીને લોકોને ગરબા અને દોડિયા ટ્રેનિંગ આપતો હતો. જ્યારે આ વાતની જાણ બજરંગ દળના સભ્યોને થઈ ત્યારે તેઓ આ મામલે 50 કાર્યકર્તા ગરબા ક્લાસ પર આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પૂછપરછ કરી હતી. પૂછપરછ કરતા ગરબા ક્લાસીસના માલિકે વિધર્મીને તાત્કાલિક દૂર કરવાની બાંહેધરી આપી હતી .
જ્યારે બજરંગ દળ ના કાર્યકર્તાઓ ગરબા કલાસ પર પહોચ્યા ત્યારે આ સમગ્ર મામલે વિધર્મીએ પોતે જ કબુલાત કરી હતી કે તેને સોશિયલ મીડિયા પર એક ફેક આઈડી પણ બનાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ આઈડી યુવકે પોતાનું નામ આકશ રાખ્યું હતું. તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અનેક સવારો પણ ઉઠી રહ્યા છે. ગરબાના બહાને લવ જેહાદના નેટવર્કનો કારસો કે શું ? તે તપાસનો વિષય છે.
સુરતના અડાજણ માં ચાલી રહેલા ગરબા ક્લાસના સંચાલક વિધર્મી હોવાનો ખુલાસો થતા બહાર આવ્યું છે કે સુરતની વેસુમાં ગત વર્ષે આયોજિત થયેલ એક પ્રખ્યાત ગરબા ગ્રુપનો ઇવેન્ટ પાર્ટનર પણ રહી ચૂક્યો છે. આયોજનમાં બજરંગ દળ દ્વારા વિધર્મી બાઉન્સરો બાબતે હલ્લો કરવામાં આવ્યો હતો અને આ ગરબા ગ્રુપ સંચાલકને ભારે નુકસાની નો સામનો કરવો પડ્યો હતો. હવે જોવું રહ્યું કે ગત વર્ષે વિવાદનો સામનો કરી રહેલા ગરબા આયોજકો આ વર્ષે આંખો ખોલીને આયોજન કરે છે કે પછી માતાજીના નામે લોકો પાસેથી પૈસા ઉસેટવાનું જ કામ કરીને ધંધો કરે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube