તમારા વાહનમાં લગાવી દો આ ખાસ નંબર પ્લેટ! કોઈ રાજ્યની પોલીસ ગાડી નહિ રોકી શકે- જાણો અન્ય ફાયદા અને કોને મળશે?

ભારત સરકારે અગાઉ BH અથવા ભારત સિરીઝ (Bharat Series) ના રજીસ્ટ્રેશન નંબર માટે પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને હવે નવા વાહનો માટે તે દેશભરમાં શરૂ કરવામાં આવ્યો છે. સરકારે સંસદમાં એક નિવેદન દ્વારા આ માહિતી આપી છે. આ નંબર પ્લેટનો ફાયદો એ હશે કે તેમાં કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશનો રજિસ્ટ્રેશન નંબર નહીં હોય અને તેની શરૂઆત BH થી થશે. આ સાથે, જો તમે તમારા વાહનને કોઈપણ રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જાઓ છો, તો નંબર બદલવાની જરૂરિયાત સમાપ્ત થઈ ગઈ છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર, નીતિન ગડકરી(Nitin Gadkari)એ સંસદમાં એક લેખિત નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે નવા વાહનો માટે ભારત સીરીઝને રજૂ કરવામાં આવી છે.

કેટલો ટેક્સ ભરવો પડશે?
BH સિરીઝની નંબર પ્લેટમાં VIP નંબરની સુવિધા આપવામાં આવી નથી અને આ નંબર સામાન્ય નંબરથી સંપૂર્ણપણે અલગ હશે. આ નંબર પ્લેટ પર પહેલા ચાલુ વર્ષના છેલ્લા બે અંક લખવામાં આવશે, પછી BH લખવામાં આવશે અને અંતે ચાર અંકનો નંબર લખવામાં આવશે. આ એક સફેદ પ્લેટ હશે જેના પર કાળા રંગમાં નંબરો લખવામાં આવશે. BH સિરીઝ માટે રૂ. 10 લાખ સુધીની કિંમતના વાહનો પર 8 ટકા, રૂ. 10-20 લાખની કિંમતના વાહનો પર 10 ટકા અને 20 લાખથી વધુની કિંમતના વાહનો પર 12 ટકા રોડ ટેક્સ વસૂલવામાં આવશે. આ આંકડામાં ડીઝલ વાહનો પર બે ટકા વધુ રોડ ટેક્સ ચૂકવવો પડશે, જ્યારે ઇલેક્ટ્રિક વાહનો પરનો આ ટેક્સ 2 ટકા ઓછો થશે.

જો ટ્રાન્સફર થતું રહે તો મોટો ફાયદો:
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ કહ્યું કે ઓગસ્ટ 2020માં સંશોધિત મોટર વાહન અધિનિયમ હેઠળ સરકારે આ ફેરફાર અંગે સૂચના મોકલી હતી. BH સિરીઝ રજિસ્ટ્રેશન પ્લેટ સાથે, જ્યારે તમે સમગ્ર દેશમાં કોઈપણ રાજ્યમાં શિફ્ટ થાવ ત્યારે તમારે રજિસ્ટ્રેશન નંબર બદલવાની જરૂર રહેશે નહીં. જે લોકોનું ટ્રાન્સફર સતત થતું રહે છે તેમના માટે આ ખૂબ જ ફાયદાકારક છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સીરિઝ રિલીઝ થયા બાદ ડ્રાઈવરોને ખૂબ જ સુવિધા મળશે અને તેઓ કોઈપણ સમસ્યા વિના એક રાજ્યથી બીજા રાજ્યમાં શિફ્ટ થઈ શકશે. આ નિવેદનમાં એ વાત પણ સામે આવી છે કે સંરક્ષણ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ પાસે સ્વેચ્છાએ BH સિરીઝ પસંદ કરવાનો વિકલ્પ હશે.

ખાનગી ક્ષેત્રમાં પણ BH સીરીઝની નોંધણી:
સરકારી કર્મચારીઓ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્યના PUC સિવાય, ખાનગી ક્ષેત્રની કંપનીઓ કે જેમની ઓફિસ 4 કે તેથી વધુ રાજ્યોમાં હાજર છે, તે કંપનીઓના કર્મચારીઓને પણ તેમના ખાનગી વાહનો માટે BH શ્રેણીની નોંધણી આપવામાં આવશે. BH સિરીઝ નંબર પસંદ કરવા પર, તમારે બે વર્ષ માટે અથવા બે વર્ષની બહુવિધ સંખ્યામાં વાહન કર ચૂકવવો પડશે. 14 વર્ષ પૂરા થયા બાદ મોટર વાહન પર વાર્ષિક ટેક્સ વસૂલવામાં આવશે અને તેની રકમ અડધી થઈ જશે. કર્ણાટકની સાથે, અન્ય ઘણા રાજ્યો પહેલેથી જ પસંદગીના જૂથોના વાહન માલિકોને BH શ્રેણીના નોંધણી નંબરો આપી રહ્યા છે. જો કે, હાલમાં, રાજ્ય સરકારો દ્વારા માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓને જ BH શ્રેણીના નંબર આપવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *