સુરજ ભૂવા ભાગીને ક્યાં ગાયબ થઇ ગયો? પાખંડ ખુલ્લું પડી જતા પોલીસ આ ભાગેડુને શોધી રહી છે

Published on: 10:36 am, Thu, 3 March 22

જુનાગઢ રાજકોટ પંથકમાં ભૂવા તરીકે પાખંડ કરી નામના મેળવનાર સુરજ ભુવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. પોતાનો બચાવ કરવા માટે તેણે એક વીડિયો પણ વાયરલ કર્યો હતો. જેમાં તેણે ફરિયાદી યુવતી વિરૂદ્ધ ફ્લેટ અને રૂપિયામાં માગવાનો આરોપ લગાવ્યો હતો.

આ ઢોંગી ભૂવો સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી આરોપ કરી રહ્યો છે કે, અમુક પુરાવા લઈને હું પોલીસ સ્ટેશન હાજર થઈ જઈશ.યુવતીની માંગણી ન સંતોષાતા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવતીએ 25 લાખ રૂપિયા અને એક ફ્લેટની માંગણી કરી હતી જેથી ફ્લેટ કારસો રચવામાં આવ્યો છે.

છેલ્લા દસ દિવસથી તે પોતાના પાખંડ પણ ભૂલી ગયો હોય તેમ પોતાના ધતિંગ ના વિડીયો અપલોડ કરતો પણ બંધ થઈ ગયો છે. તેને પોતાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની છે તેવી ગંધ આવી જતા પહેલેથી જ તૈયારીઓ કરી લીધી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. યુવતીએ પોતાના નિવેદનમાં જૂનાગઢના સુરજ ભુવાજી નામના વ્યક્તિ વિરુદ્ધ 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે યુવતીએ સુસાઇડ નોટ લખી ને આરોપ પણ લગાવ્યો હતો અને પાછળથી જૂનાગઢ પોલીસ દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

બીજી તરફ સુરજ ભુવા એક વીડિયો અપલોડ કરીને કહ્યું છે કે પોતાને ફસાવવામાં આવ્યો છે. સુરજ ભુવા જણાવી રહ્યો છે કે સોશિયલ મીડિયામાં મને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. મારા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ તદ્દન ખોટી છે. મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરનાર વ્યક્તિ સાથે મારે સારા સંબંધ હતા. તે મારી પાસે જુદી જુદી ડિમાન્ડ કરતી હતી. મેં તેની ઘણી ડિમાન્ડ પૂરી કરી છે, પરંતુ કેટલીક ડિમાન્ડ પૂરી ન થતાં તેણે આ પ્રકારનું વર્તન અને ફરિયાદ કરી છે.

બીજી તરફ મહિલાએ અગાઉ દવા પીધા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સોસાયટીનો અપલોડ કરી હતી. જેમાં તેણે સુરજ ભુવાજી અને તેના બે મિત્રો હેરાન-પરેશાન કરતા હતા અને મારકૂટ કરતા હતા તે બાબતો જણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.