ગ્વાલિયરમાં સોમવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઘરના એક દરવાજાથી લગ્ન કર્યા પછી નણંદને વિદાય આપવામાં આવી રહી હતી તો તે જ ઘરના બીજા દરવાજેથી તેની ભાભીની નનામી નીકળી હતી. જાણવા મળ્યું હતું કે, નણંદના લગ્નની તૈયારીઓ કરી રહેલા ભાભી વીજપોલની ઝપેટમાં આવી ગયા હતા અને તેમને વીજકરંટ લાગ્યો હતો. તડપી રહેલા ભાભી મોતને ભેટ્યા હતા. થોડી મિનિટોમાં જ લગ્નની ખુશીઓ શોકમાં ફેરવાઈ હતી.
જાણવા મળ્યું છે કે, માધવગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સેટ ભાઈની ગોઠ વિસ્તારના 31 વર્ષીય અજયપાલ પુત્ર ગોવિંદ પાલ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી છે. તેની કઝીન મનાલીના લગ્ન સોમવારે હતા. કોરોના સંક્રમણને કારણે લગ્ન બગીચા અને હોટલોથી પ્રતિબંધિત હતા. તેથી તે ઘર પર જ મર્યાદિત સંખ્યામાં લગ્નનો કાર્યક્રમ કરી રહ્યા હતા. લગ્નના તમામ કામની જવાબદારી અજયની 28 વર્ષની પત્ની રેણુ પર હતી.
આ દરમિયાન સોમવારે બપોરે લગ્નની કેટલીક વિધિ પૂર્ણ કર્યા પછી, રેણુ નજીકમાં જ તેના બીજા ઘરે જવા લાગી. ગલીમાં તંબુ લગાવેલો હતો, તેથી તે પાછળથી જઈ રહી હતી. અહીં જ એક વીજપોલને કરંટનો એક વાયર સ્પર્શ કરી રહ્યો હતો. વીજપોલ પર હાથ મુકતાની સાથે જ તે વીજકરંટની ઝપેટમાં આવી ગઈ હતી અને ગંભીર રીતે દાઝી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો અને અન્ય સંબંધીઓ તેને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરો સારવાર શરૂ કરે તે પહેલા જ રેણુનું મૃત્યુ થયું હતું. દુર્ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
લગ્નપ્રસંગ હોવાને કારણે ચારે તરફ આનંદનો માહોલ છવાયેલો હતો. રેણુના મોતની જાણ થતાં તરત જ ખુશીઓ શોકમાં ફેરવાઇ હતી. આ પછી, મર્યાદિત પ્રોગ્રામ ઝડપથી અને ટૂંકાવીને માત્ર ફેરા અને કિડાય સુધી જ સમેટી લેવામાં આવ્યો હતો. સોમવારે રાત્રે ઘરના એક દરવાજા પરથી નણંદને વિદાય આપવામાં આવી રહી હતી અને તે જણાતી હતી કે હવે તેના ભાભી આ દુનિયામાં રહ્યા નથી.
તેની નજીક જ ઘરના બીજા દરવાજેથી ભાભીની નનામી નીકળી રહી હતી. અડધા લોકો એક બાજુ હતા તો અડધા લોકો બીજી બાજુ. વિદાયથી થોડા સમય પહેલા જ ભાભીના મૃતદેહને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દ્રશ્ય કાળજું કંપાવનારું હતુ.
જાણવા મળ્યું છે કે, રેણુને ત્રણ બાળકો છે. દરેક બાળકો નાના છે, જેમાં મોટો પુત્ર દેવ પાલ 10 વર્ષ, નાની પુત્રી માનસી 8 વર્ષની અને સૌથી નાની પુત્રી નેન્સી માત્ર 4 વર્ષની છે. આ અંગે કહેવામાં આવ્યું છે કે, તે એકદમ મિલનસાર અને ખુશમિજાજી હતી અને દરેક વ્યક્તિ તેના વર્તનથી ખૂબ જ ખુશ હતા, જેથી જેણે પણ તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા તેમને આઘાત લાગ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.