હજુ તો કોરોના થમ્યો નથી ત્યાં તો ભારતમાં શરુ થયો નવો ‘AP’ સ્ટ્રેઈન, કોરોનાથી 15 ગણો છે ખતરનાક

હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી દરમિયાન ભારતમાં ઘાતક કોરોના વાયરસનું એક નવું વેરિએન્ટ સામે આવ્યું છે. જેનું નામ એપી સ્ટ્રેન છે. જાણવા મળ્યું છે કે,…

હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી દરમિયાન ભારતમાં ઘાતક કોરોના વાયરસનું એક નવું વેરિએન્ટ સામે આવ્યું છે. જેનું નામ એપી સ્ટ્રેન છે. જાણવા મળ્યું છે કે, આ વેરિએન્ટ આંધ્રપ્રદેશમાં જોવા મળ્યો છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને N440K વેરિએન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયરસની શોધ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોવિક્યુલર (CCMB)ના વૈજ્ઞાનિકોએ કરી છે. જાણવા મળ્યું છે કે, આ વેરિએન્ટ 15 ગણો વધુ સંક્રામક છે.

તેના કારણે માત્ર ત્રણ ચાર દિવસમાં જ લોકો બિમાર પડી જાય છે. એપી સ્ટ્રેન(AP Strain) નામના આ વેરિએન્ટને સૌથી પહેલા આંધ્રપ્રદેશના કુરનૂલમાં શોધવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, આ વેરીએન્ટ B1.617 અને B1.618થી પણ સૌથી વધુ ખરતનાક છે.

વિશાખાપટ્ટનમના ડિસ્ટ્રીક્ટ ક્લેકેટર વી.વિનય ચંદે જણાવ્યું કે, CCMBમાં આ સમયે ઘણા વેરિએન્ટસની તપાસ કરવામાં આવી રહી છે. કયું વેરિએન્ટ કેટલું ખતરનાક છે તે CCMBના વૈજ્ઞાનિકો જ જણાવી શકશે. પરંતુ એ વાત સાચી છે કે, હાલ એક નવું સ્ટ્રેઈન જોવા મળ્યું છે જેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે.

વધુમાં જાણવા મળ્યું છે કે, કોરોના વારસનો આ નવો સ્ટ્રેઈન જલ્દી વિકસીત થઈ રહ્યો છે, અને ઝડપથી લોકોમાં ફેલાઈ રહ્યો છે. સાથે સાથે લોકોને વધુ સંક્રમિત કરી રહ્યો છે. આ સ્ટ્રેઈનથી સંક્રમિત લોકોની પરિસ્થિતિ 3થી4 દિવસમાં જ ગંભીર થઈ જાય છે.

પ્રથમ લહેર જેવી હાલત નથી, આ વખતે આ નવો વેરિએન્ટ સતત લોકોને ઝડપથી બિમાર કરી રહ્યો છે. આ નવા સ્ટ્રેન મામલે કંઈપણ કહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વાયરસથી ઝડપથી યુવા લોકોને ટારગેટ કરી રહ્યો છે. તેને પણ નથી છોડતો કે જે ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે. અથવા તો જેમની ઈમ્યુનિટી અત્યંત મજબૂત છે. લોકોના શરીરમાં સાઈટોકાઈન સ્ટ્રોમ આવી રહ્યા છે.

બીજી તરફ દક્ષિણ ભારતમાં આ સમયે પાંચ મુખ્ય કોરોના વેરિએન્ટ ફેલાયા છે. જેમાં B.1, B1.1.7., B.1.617 અને B.1.36(N440K) જેવા સ્ટ્રેન જોવા મળી રહ્યા છે. દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, કર્ણાટકા, અને તેલંગાણામાંઆ સમયે એપી સ્ટ્રેને તબાહી મચાવી છે.

મહારાષ્ટ્રની તુલના કરવામાં આવે તો, ત્યાં હજી સૌથી વધુ B.1.617 સ્ટ્રેનની અસર છે. પરંતુ હવે ત્યાં પણ એપી સ્ટ્રેન (AP Strain) એટલે કે, N440K સ્ટ્રેન પહોંચી ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં લોકો હાલમાં કોરોના વાયરસના 6 સ્ટ્રેનથી પીડિત છે. તે છે – B.1, B.1.1.7, B.1.351, B.1.36*(N440K), B.1.617 અને B.1.618 સ્ટ્રેન. એટલે કે, એપી સ્ટ્રેનની અસર મહારાષ્ટ્રમાં પણ છે.

દક્ષિણ ભારતના ચાર રાજ્યો, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક અને તેલંગાણાના દોઢ મહિના પહેલા મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઈ હતી. મહારાષ્ટ્રમાં B .1.617 સ્ટ્રેનનો બોમ્બ ફૂટ્યો. મોટાભાગના લોકો ત્યાં આ સ્ટ્રેનની ઝપેટમાં આવી ગયા હતા. જેને હવે એપી સ્ટ્રેન (AP Strain) એટલે કે N440K સ્ટ્રેન કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *