હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને તમને ખુબ નવાઈ લાગશે. દેવી-દેવતાઓના મંદિર તો શહેર અથવા ગામડામાં એમ સર્વત્ર હોય છે પણ કચ્છના ભચાઉ નજીક આવેલ ભજનધામમાં ભારતનું સૌપ્રથમ હારમોનિયમનું મંદિર આવેલું છે.
આ મંદિરમાં ભારતભરના ખ્યાતનામ દિગજ્જ કલાકારો દ્વારા સંગીતની સાધના કરવામાં આવેલ કુલ 300 થી પણ વધારે હારમોનિયમ દર્શનાર્થે મુકવામાં આવ્યા છે તેમજ આ બધાં જ હારમોનિયમની પૂજા પણ કરવામાં આવે છે.આ અનોખા મંદિરનું નિર્માણ પાલુભાઇ વીરમભાઇ ગઢવી (ભજનાનંદી) દ્વારા કરવામાં આવ્યું છે.
આ પેટી વસાવવા જેવી ખરી. પરંતુ તે સમયની આર્થિક પરિસ્થિતિને લીધે આ વાદ્ય વસાવવું સંભવ ન હતું :
મંદિર વિશે પાલુભાઇ જણાવતાં કહે છે કે, ભજનની દુનિયાના ભીષ્મપિતામહ લેખાતા બ્રહ્મલીન પૂ. નારાયણ સ્વામીની આંગળીઓ હારમોનિયમ પર ચાલતી ત્યારે જે સૂર નિકળતા તે આત્માને શાંતિ આપનાર હતા ત્યારે એવાં વિચારો આવતા હતાં કે, આ લાકડાની પેટી જેવા વાદ્યમાંથી પૂ.બાપુના હસ્તે કેવા સૂર નિકળી રહ્યા છે.
આ પેટી વસાવવા જેવી હતી પણ તે સમયની આર્થિક સ્થિતિને લીધે આ વાદ્ય વસાવવું સંભવ ન હતું. વર્ષ 2001 ના વિનાશક ભૂકંપ પછી ભચાઉ નજીક એક ઉદ્યોગનું પોતે સંચાલન શરૂ કર્યું તેમજ બે પાંદડે થયા ત્યારે સાંયા હમકો ઇતના દીજીયે , જામેં મેરો કુટુંબ સમાય, મૈંભી ભુખા ના રહું ઔર અતિથી ભી ભુખો ન જાય , આ સાખી પ્રમાણે એમનું માનવું છે કે, આનાથી ઉપર જે મળે એ સદ્દકાર્યોમાં વાપરવું જોઇએ.
જે સંગીતના સાધકો મુલાકાત લે છે તે આ અતિ દુર્લભ હારમોનિયમ દ્વારા સંગીતની સંગત કરે છે.
ભગવાને આપ્યું તેમાંથી ભજનધામના નિર્માણ પછી વર્ષ 2012માં આ અનોખા હારમોનિયમ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં પૂ.નારાયણ સ્વામીએ વગાડેલ હારમોનિયમ, સાણંદ ઠાકોર સાહેબ વગાડતા એ તથા સમગ્ર દેશના દિગ્ગજ કલાકારોએ સંગત કરેલા વાજા (હારમોનિયમ) આ મંદિરમાં દર્શનાર્થે મુકવામાં આવ્યા છે.
પાલુભાઇ જણાવતાં કહે છે કે, આ મંદિરમાં રાખવામાં આવેલ બધાં જ હારમોનિયમની પૂજા કરવામાં આવે છે. આની સાથે જ અહીં જે સંગીતના સાધકો મુલાકાત લેવા માટે આવે છે તેઓ આ અતિ દુર્લભ હારમોનિયમ દ્વારા સંગીતની સંગત કરે છે.
મંદિરમાં 130 વર્ષ જુના હારમોનિયમ હાજર :
આ અનોખા હારમોનિયમ મંદિરની ખાસ વિશેષતા તો એ છે કે, કેટલીક કંપનીઓ જે 40-50 વર્ષ અગાઉ બંધ થઇ ગઇ હતી એ કંપનીના હારમોનિયમ પણ અહીં જોવા મળે છે. 130 વર્ષ જુના હારમોનિયમ જેમાં 2 સપ્તકથી સાડા ચાર સપ્તક સુધી તો સીંગલ લાઇનથી લઇને 4 લાઇન સુધીના હારમોનિયમ દર્શનાર્થે મુકવામાં આવ્યા છે.
હારમોનિયમ મંદિર બનાવનાર હવે ‘જળમંદિરો’ નિર્માણ કરશે :
આ મંદિરનું નિર્માણ કરનાર પાલુભાઇ આગામી દિવસોમાં પાણીની અછત ન સર્જાય તેની માટે કચ્છના બધાં ગામોમાં જળ સંચયના ઉદ્દેશથી “જળ મંદિર” ના નિર્માણ કરશે. તેની શરૂઆતની પોતાના ગામ મોટા ભાડીયાથી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle