કોરોના સંક્રમણનાં કેસ સતત વધી રહ્યા છે.ત્યારે આની વચ્ચે ગુજરાતનાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા એવાં ભરતસિંહ સોલંકીને લઇને એક સમાચાર સામે આવી રહ્યા છે.મળી રહેલી જાણકારી મુજબ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયત બગડી છે.સુત્રોનાં જણાવ્યા મુજબ,ભરતસિંહ સોલંકીને હાલમાં જ ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
તમને જણાવી દઇએ કે,ગુજરાત કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકીને જ્યારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેમને વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જો,કે તેમની તબિયત વધુ બગડતા જ તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાથી તેમને આજે તબિયત વધુ બગડવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ભરતસિંહ સોલંકી એ ઘણી બિમારીઓથી પિડાઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે,ભરતસિંહ સોલંકી એ ડાયાબિટીસ,અસ્થમા અને હાઇપરટેંશન જેવી ઘણી બિમારીથી પિડાય રહ્યાં છે.આ જ કારણે તેમની કોરોનાની સ્તિથી વધુ બગડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news