KHAM થીયરીથી કોંગ્રેસમાંથી પટેલોનો એકડો કાઢનાર ભરતસિંહ એન્ડ કું ની રાજકીય કારકિર્દી પૂર્ણ!

આજે ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપના 103 ધારાસભ્ય, કોંગ્રેસના 65 ધારાસભ્ય, NCP 1 ના એક ધારાસભ્યે અને એક અપક્ષ ધારાસભ્યે મતદાન કર્યું છે. આમ કુલ 170 મત પડ્યા છે. જ્યારે BTP(ભારતીય ટ્રાઈબલ પાર્ટી) મતદાનથી દૂર રહ્યું છે. આ સાથે જ ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત નિશ્ચિત થઈ ગઈ છે.

કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી થઈ ગઈ છે કારણકે તેમને ફર્સ્ટ પ્રેફરન્સના વોટ મળ્યા હોવાની ધારણા છે. જ્યારે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડશે તે નક્કી મનાઈ રહ્યું છે. BTP ના બંને ધારાસભ્ય મતદાન કરવા આવ્યા નહોતા.

એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પક્ષનો મેન્ડેટ કોંગ્રેસ તરફી મતદાન કરવાનો હોવા છતાં તે ભાજપના ઉમેદવારને મત આપ્યો છે તે નક્કી છે. તેઓએ ભાજપાના ઉમેદવાર નરહરી અમીનને આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું. વર્ષ 2017ની રાજ્યસભાની ચુંટણીમાં પણ ભાજપાને મત આપ્યો હતો.

KHAM થીયરીના માસ્ટર માઈન્ડના પુત્ર ભરતસિંહ માધવસિંહ સોલંકી ની રાજકીય કારકિર્દી પર આ ચૂંટણીએ પૂર્ણવિરામ મુકાઈ જશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ચૂંટણીની મોસમ સિવાય તેઓ અમેરિકા જતા રહે છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું હોય છે. કોંગ્રેસમાંથી પટેલોની રાજનીતિનું કાસળ કાઢનાર પિતા માધવસિંહની રાહ પર જ ભરત સિંહ ચાલ્યા હતા.

હવે આ ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે. કોઈક ચમત્કાર જ ભરતસિંહને જીતાડી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *