અતિભારે વરસાદને લીધે હાઈવે પર ખાડા પડી જતાં હોય છે. આને લીધે કોઈવાર અકસ્માત તો કોઈવાર ટ્રાફિકજામ સર્જાતો હોય છે. ચોમાસાની ઋતુમાં અંદાજે રાજ્યના બધાં રોડ તૂટી ગયા છે. એમાં પણ ઘણાં રસ્તાઓ પર તો તંત્રએ થીંગડાં મારવાની પણ તસ્દી નથી લીધી.
આને લીધે આજે ફરી એકવખત ભરૂચ (Bharuch) પાસે ટ્રાફિકજામની પરીસ્થિતિ ઊભી થઈ હતી. માત્ર 1-2 કિમી નહીં પણ કુલ 15 કિમી લાબો ટ્રાફિકજામ સર્જાયો હતો. બીસ્માર હાઇવેને લીધે આ ટ્રાફિકજામ સર્જાયો હતો. આ દરમિયાન ઇમરજન્સી કામ માટે નીકળેલ ઘણાં લોકો અટવાઈ ગયાં હતા.
ટ્રાફિકજામને લીધે રોડ પર ટ્રક સહિત ઘણાં વાહનોની લાંબી લાઇનો લાગી હતી. ઘણાં લોકોએ બળાપો કાઢતા જણાવતાં કહ્યુ હતું કે, તેઓ કલાકોથી રોડ પર જ વાહન લઈને ઊભા છે. ઓર્ડરની ડિલિવરી હોવાને લીધે એમને માલિકોનાં સતત ફોન આવી રહ્યા છે.
આની ઉપરાંત ટ્રકનાં ડ્રાઇવરોએ ટ્રાફિકજામમાં ફસાઈ ગયાં હોવાંને લીધે ખાવા અને પીવા માટે પણ કંઈ ન હોવાની ફરિયાદો કરી હતી. મળી રહેલ માહિતી મુજબ વરસાદને લીધે હાઇવે પર ઠેરઠેર ખાડા પડી ગયા હોવાને લીધે ઘણીવાર ટ્રાફિકજામની પરીસ્થિતિ ઊભી થાય છે.
સવારથી જ નેશનલ હાઇવે નં-48 પર ભરૂચથી ઝંઘાર સુધીનો ટ્રાફિકજામ સર્જાઈ હતો. સરદાર બ્રિજ પર મોટા ખાડા પડી ગયા હોવાને લીધે આ ટ્રાફિકજામ સર્જાયો હતો. અહીં કલાકો સુધી વાહનચાલકો વચ્ચે જ અટવાઈ ગયાં હતા. અહી ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, દીવાળી સુધીમાં રાજ્યના જે રસ્તા તૂટી ગયા હશે તે બધાં રસ્તાઓ ફરીથી બનાવી દેવામાં આવશે.
ભરૂચ જિલ્લાના બીજા એક સમાચાર જોઈએ તો ભરૂચ પાસે નર્મદાની જળસપાટીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. અહીં નદીનું સ્તર કુલ 15.75 ફૂટ સુધી પહોંચી ગયું છે. અહીં નદીની ભયજનક સપાટી કુલ 22 ફૂટ છે. હાલમાં અહીં પૂરની સ્થિતિ ટળી છે. જો કે, મળતી જાણકારી મુજબ નર્મદા ડેમના કુલ 10 દરવાજા 1.5 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે, જેને લીધે નદીની સપાટીમાં ફરીથી વધારો થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle