ફરી એકવખત સામે આવી ડોક્ટરોની ઘોર બેદરકારી! 5 વર્ષથી પેટમાં ચપ્પુ લઈને ફરતો રહ્યો યુવાન- જાણો ગુજરાતમાં ક્યાં બની ઘટના

Published on Trishul News at 5:17 PM, Sun, 29 October 2023

Last modified on October 30th, 2023 at 10:19 AM

Gross negligence of doctors in Bharuch: ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરનો એક યુવાન છેલ્લા 5 વર્ષથી પેટમાં ચપ્પુ લઈને ફરતો હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનો યુવાને દાવો કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, આજથી 5 વર્ષ પહેલાં અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં એક મારામારી થઈ હતી. જેમાં અતુલગીરી નામનો યુવાન વચ્ચે પડ્યો હતો. આ ઘટનામાં તેને પેટમાં ઈજા પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં જે તે સમયના તબીબે તેને બહારથી તપાસી ટેબ્લેટ આપી તમે સારા થઈ જશો કહી મોકલી આપ્યો હતો.

ત્યારબાદ વચ્ચે વચ્ચે તેને પેટમાં દુઃખાવો થયા કરતો હતો. ત્યારબાદ અતુલગીરી એક વર્ષ અગાઉ અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જતા પેટમાં વર્ષોથી દુખવાની સમસ્યા ડૉકટરને કહી હતી. જેથી યુવાનનો કૂલ બોડી ચેકઅપ કરતા તેના પેટનો એક્સરે જોતાં જ ડૉક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા અને યુવાનના પેટમાં ચપ્પુ મળી આવ્યું હતું. હવે અતુલ ગીરીનું આગામી બે-ત્રણ દિવસમાં ઓપરેશન કરી 5 વર્ષથી પેટમાં રહેલા ચપ્પુને તબીબો દ્વારા બહાર કાઢવામાં આવશે.

જોકે, પાંચ વર્ષ બાદ અતુલ ગીરી ફરી અકસ્માતનો ભોગ બન્યો હતો. એક વર્ષ પહેલા અંકલેશ્વરમાં માર્ગ અકસ્માત થતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જતા પેટમાં વર્ષોથી દુઃખવાની સમસ્યા ડોક્ટરને કહી હતી. યુવાનનો ફૂલ બોડી ચેકઅપ કરતાં તેના પેટનો X-ray જોતા જ ડોક્ટરો ચોંકી ગયા હતા. કારણ કે યુવાનના પેટમાં ચપ્પુ દેખાયું હતું. હવે આગામી બે ત્રણ દિવસમાં તેનું ઓપરેશન કરી પેટમાં 5 વર્ષથી રહેલું ચપ્પુ બહાર કાઢવામાં આવશે.

યુવાને મીડિયા સમક્ષ અપીલ હતી કે, કોઈપણ દર્દી ડૉકટર પાસે આવે ત્યારે ડૉકટર તેનો ઉપરથી જ ચેકઅપ ન કરે પણ જરૂર જણાય તો એક્સરે અને સોનોગ્રાફી પણ કરે જેથી ડૉકટરની નિષ્કાળજીથી તેની સાથે ઘટેલી ઘટના અને 5 વર્ષથી વેઠવી પડતી પીડા અન્ય કોઈને ન ભોગવી પડે.

Be the first to comment on "ફરી એકવખત સામે આવી ડોક્ટરોની ઘોર બેદરકારી! 5 વર્ષથી પેટમાં ચપ્પુ લઈને ફરતો રહ્યો યુવાન- જાણો ગુજરાતમાં ક્યાં બની ઘટના"

Leave a comment

Your email address will not be published.


*