સુરતમાં BRTS બની મોતની સવારી: રસ્તો ઓળંગતા સમયે બસે યુવતીને મારી ટક્કર, એકની એક દીકરીના મોતથી પરિવારમાં સર્જાયો કલ્પાંત

Girl dies in BRTS bus accident in Surat: સુરતમાં દિવસે ને દિવસે BRTS બસોને કારણે થઈ રહેલા અકસ્માતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. એવી જ એક ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાંથી સામે આવી રહી છે.ગોડાદરા વિસ્તારમાં BRTS બસ ફરી એકવાર કાળમુખી બની છે.ગોડાદરા સનરાઈઝ સ્કૂલ પાસે BRTS બસની (Girl dies in BRTS bus accident in Surat) અડફેટમાં આવી જતા ગંભીર રીતે ઘવાયેલી ગોડાદરાની યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

યુવતી રેલીંગ કુદીને રસ્તો ઓળંગતી હતી ત્યારે તેને BRTS બસે તેને ટક્કર મારી હતી. મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના સરંગાપુરના વતની અને હવે હાલ ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક પાસે ડી.કે નગરમાં રહેતા વિક્રમ યાદવ બોરીંગનું કામકાજ કરે છે. અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. અને તેમની 19 વર્ષીય દીકરી પૂજા સિવણ ક્લાસમાં સિલાઈ કામ શીખવા માટે જતી હતી.

શુક્રવારે બપોરે પૂજા શિવણ ક્લાસમાંથી ઘરે પછી આવી રહી હતી. અને તે દરમિયાન ગોડાદરા સનરાઈઝ સ્કૂલ પાસે પૂજા BRTSની રેલીંગ કુદીને રસ્તો ઓળંગતી હતી. ત્યારે મહારાણા પ્રતાપ ચોક તરફથી ફૂલ ઝડપે આવી રહેલી BRTS જેનો નંબર GJ 05 CU 7639ના બસ ચાલકે આ દીકરી ટક્કર મારતા આ અકસ્માત સર્જ્યા હતું. આ અકસ્માત એટલું ગંભીર હતું કે પૂજાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતા ગોડાદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર બનાવ અંગે BRTS બસ ના ડ્રાઈવર સામે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હત ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *