કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે, ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી ગયો છે. કોઈના પિતા તો કોઈના માતા આજે એક એક શ્વાસ માટે લડી રહ્યા છે. સ્મશાન ગૃહમાં દરરોજ લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે માનવતા મરી પરીવારી હોય તેવો કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે.
હાલમાં કોરોનાથી થઇ રહેલ મૃત્યુના કારણે સ્મશાન ગૃહો ફૂલ થઇ રહ્યા છે. 24 કલાક સગડીઓ શરુ રાખવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના નેત્રંગ સ્મશાન ગૃહમાં ફીટ કરેલી બે સગડીઓ પ્લેટો અને કથેળા તસ્કરો ચોરી જતા મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે. ત્યારે મહિલા સરપંચે વનવિભાગ પાસે સગડીઓની માંગ કરી છે. નેત્રંગ-વાલીયા તાલુકાના 15 થી 20 ગામોની સગડીઓ માટેની માંગની અરજીઓ ભરૂચ ડિવીઝનમા પેન્ડિંગ પડી છે. હાલમાં સમગ્ર દેશમાં એક તરફ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યા હવે સ્મશાન માટે સગડીઓ ઓછી પડવા લાગી છે.
કોરોના વચ્ચે પણ તસ્કરો પોતાની કરતૂતોથી ઉચા આવતા નથી. નેત્રંગ ટાઉનમા સ્મશાન ગૃહમા ફીટ કરવામા આવેલ બે સગડીઓની પ્લેટો, કઠેડા તસ્કરો ચોરી ગયાનો બનાવ બન્યો છે. ત્યારે મૃતદેહોને બાળવા માટે લોકોને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે. ત્યારે પંચાયતના મહિલા સરપંચ દ્વારા વનવિભાગ પાસે તાત્કાલિક સગડીઓ આપવા માટે લેખિતમાં માંગણી કરાઈ છે.
તો બીજી તરફ કોરોના મહામારીમા શહેરી વિસ્તારોમાં તાત્કાલિક સ્મશાન ગૃહોમાં વધારાની સગડીઓ રાતો રાત લગાવવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં નેત્રંગ વાલીયા તાલુકાના 15 થી 20 ગામો દ્વારા લ્લા કેટલાક વખતથી વનવિભાગમા સગડીઓની માંગ કરાઈ રહી છે. આ અરજીઓ પેન્ડીંગમાં ડીવીઝન ઓફિસોમા પડી રહી છે.
હાલમાં કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે. ત્યારે દેશદુનિયાના લોકોને પોતાની ઝપેટમા લઇ શિકાર બનાવી રહ્યો છે. કોરોના હવે પછાત ગ્રામ્ય વિસ્તારમા બેફામ બની પ્રવેશ કરતા નેત્રંગ ટાઉન સહિત પંથકમા હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના કારણે દિવસેને દિવસે મૃત્યુઆંક પણ નેત્રંગ ટાઉન સહિત પંથક ભરમાં છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.