ગુજરાતની ચોંકાવનારી ઘટના: ભરૂચના ડોકટરે પેટમાંથી 640 ગ્રામની પથરીનું સફળ ઓપરેશન કરીને વૃદ્ધને આપ્યું નવજીવન

ભરૂચના એક ડોકટરે ભરૂચના તબીબે દેડિયાપાડાના વૃદ્ધને વિશ્વની ચોથી સૌથી મોટી નારિયળ સાઈઝની પથરીમાંથી છુટકારો અપાવીને એક નવું જીવન આપ્યું. દેડીયાપાડાના મોજરા ગામના આદિવાસી મોતીસીંગ વસાવના મૂત્રાશયમાં 15 થી 20 વર્ષથી આકાર લઈ પથરી અડધો કિલો ઉપરની થતા 2 કિડની અને તેમનું જીવન જોખમમાં મુકાયું હતું. 4 ઇંચ લંબાઈ, 3 ઇંચ પોહળાઈ અને ઊંચાઈની પથરી કાઢવામાં 2 દિવસનો પણ જો વિલંબ થાત તો દર્દીનું મૃત્યુ થઈ નિશ્વિત હતું.

વિશ્વની સૌથી મોટી 1900 ગ્રામની પથરી બ્રાઝીલ, 1365 ગ્રામની ધરમપુર, 834 ગ્રામની કાશ્મીરમાંથી દર્દીના શરીરમાંથી નીકળી હતી. જયારે હવે ભરૂચના તબીબે દેડિયાપાડાના આદિવાસી વૃદ્ધનો વિશ્વની ચોથી સૌથી મોટી નારિયેળ સાઈઝની 640 ગ્રામ એટલે કે અડધા કિલોથી વધુ વજનની પથરી નહિ પણ પથરામાંથી અઢી કલાકના ઓપરેશન બાદ મુક્તિ અપાવી જીવ બચાવ્યો છે.

આદિવાસી વૃદ્ધના મૂત્રાશયમાં છેલ્લા 15 થી 20 વર્ષથી પથરીમાંથી પથરો બનેલી પથરી જોઈ તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા. ઝીલ સર્જીકલના ડો. જયંતીભાઈ વસાવા વિશ્વની ચોથા નબરની સૌથી મોટી, દેશની ત્રીજી અને ભરૂચ જિલ્લાની પ્રથમ પથરી કાઢી હતી. ખેત મજૂરી કરતા 62 વર્ષીય વૃદ્ધ મોતીસીંગના શરીરમાં 20 વર્ષથી પથરી વિકસી રહી હતી. જોકે તેઓને છેલ્લા 4 મહિના ઉપરાંતથી જ 640 ગ્રામની નારિયેળ સાઈઝની પથરીને લઈ તકલીફો શરૂ થઈ હતી. પેટમાં અસહ્ય દુખાવો, પેશાબમાં બળતરા, ચાલવામાં પણ ભારે તકલીફ અને ડાયેરિયાથી પીડાતા આ આદિવાસી વૃદ્ધ નિદાન માટે ભરૂચના તબીબ પાસે આવ્યા હતા.

જયારે એક્સ-રે માં જોવામાં આવ્યું ત્યારે ગાંઠ જેવું દેખાયું હતું. જોકે સોનોગ્રાફી કરનાર તબીબને મૂત્રાશય નહીં દેખાતા તેઓ અચરજમાં મુકાઈ ફરી જાતે એક્સ-રે કરતા પથરીનું નિદાન થયું હતું. દર્દીનું તાત્કાલિક 2 જૂને અઢી કલાક ચાલેલા ઓપરેશનમાં મૂત્રાશયમાં રહેલી 640 ગ્રામ વજન 4 ઇંચ લંબાઈ, 3 ઇંચ ઊંચાઈ અને પોહલાઈની પથરી નહિ પણ મસમોટો પથરો બહાર કઢાયો હતો. જો દર્દીના ઓપરેશનમાં 2 દિવસનો પણ વિલંબ થાત તો તેનું મૃત્યુ થવાની પુરેપુરી શક્યતા હતી.

આટલા મોટા પથરા જેવી પથરીના કારણે 2 કિડની પણ ફેઈલ થઈ ગઈ છે. કિડની ફિલ્ટ્રેશન જે 90 % થવું જોઈએ તે પથરાના કારણે 4 ટકા જ થતું હતું. લોહીમાં યુરિયા પણ 40 ના સ્થાને વધીને 194 ઓપરેશન પેહલા હતું. જ્યારે ક્રિએટિન 1.1 ના સ્થાને વધીને 12.70 થઈ ગયા હતા. ઓપરેશનના 5 દિવસ બાદ વૃદ્ધની તબિયત સુધારા ઉપર હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *