ગુજરાતના આ શિવ મંદિરમાં થાય છે ‘ભષ્મ આરતી’ -જ્યાં દિવસે જતા પણ ફફડાટ લાગે એ સ્મશાનથી ત્રણ મિત્રો મધરાત્રે લાવે છે ભસ્મ

દેશમાં આવેલ 12 જ્યોતિર્લિંગમાં એકલા ઉજ્જૈન (Ujjain)માં મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar Temple)માં રોજ ભસ્મ આરતી થાય છે અને તેના દર્શન કરવા દેશ વિદેશથી હજારો લોકો આવે છે. એ જ રીતે ગુજરાત (Gujarat)માં એકમાત્ર ગાંધીનગરના કલોલના બોરીસણા રોડ પર આવેલા ‘સત્ય કી સરકાર’ નામના શિવ મંદિરે પણ વહેલી પરોઢિયે ભસ્મ આરતી કરવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર, આ શિવલિંગની ભસ્મ આરતી કરવા માટે જે જગ્યાએ લોકો દિવસે પણ ફફડાટના માર્યા કારણ વિના જવાનું ટાળતા હોય છે એ સ્મશાનથી દરરોજ અડધી રાત્રે નીરવ પટેલ, ગણપત પટેલ અને ભૂમિક શાહ નામના ત્રણ યુવાન દ્વારા સ્મશાનમાંથી ચિત્તાની ભસ્મને લોખંડના મોટા ચારણાથી ચાળીને લઈ આવવામાં આવે છે અને એ ચિત્તાની ભસ્મ (રાખ)થી વહેલી સવારે નિયમિત ભસ્મ આરતી કરવામાં આવે છે.

મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ થતી ભષ્મ આરતી સૌથી વિશેષ છે:
મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈનનગરમાં આવેલ મહાકાલેશ્વર મંદિર ભારતનાં બાર જ્યોર્તિલિંગમાંનું એક છે. સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણામુખી હોવાને કારણે મહાકાલેશ્વર મહાદેવની અત્યંત પુણ્યદાયી મહત્તા છે. માન્યતા છે કે આનાં દર્શન માત્રથી મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે. મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ થતી ભષ્મ આરતી સૌથી વિશેષ છે. આ આરતી વહેલી સવારે શિવજીને જગાડવા માટે થાય છે.

ઉજ્જૈનમાં આ રીતે ભસ્મ તૈયાર થાય છે
સામાન્ય રીતે બીજાં દેવી-દેવતાઓના શણગાર સોના-ચાંદીનાં ઘરેણાથી થતો હોય છે, પરંતુ શિવજીનું અલૌકિક રૂપ બધાં દેવી-દેવતા કરતાં અલગ છે. મહાદેવ ભસ્મ અને નાગ ધારણ કરે છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મની આરતી કરવાનો રિવાજ ઘણાં વર્ષોથી ચાલતો આવે છે. આ આરતી પાછળ ઘણી માન્યતાઓ પ્રચલિત છે. શિવપુરાણ પ્રમાણે, ભસ્મને તૈયાર કરવા માટે કપિલા ગાયનાં છાણાં, પીપળો, વડ, ગરમાળો અને બોરના વૃક્ષની લાકડીઓને એકસાથે અગ્નિ આપવામાં આવે છે. મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ વસ્તુઓથી જે ભસ્મ તૈયાર થાય છે એને કપડાંથી ચાળવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલી ભસ્મ શિવલિંગ પર અર્પિત કરવામાં આવે છે.

સળગતી ચિત્તા ઢર્યા પછી દરરોજ રાત્રે ભસ્મ લાવવામાં આવે છે:
દેશના એકમાત્ર ગાંધીનગર-કલોલ-બોરીસણા રોડ પર આવેલા શિવ મંદિરમાં ઉજ્જૈનની સદીઓ જૂની પરંપરા મુજબ જ સ્મશાનમાંથી સળગતી ચિત્તા ઢર્યા પછી દરરોજ રાત્રે ભસ્મ (રાખ) લાવીને વહેલી સવારે શિવલિંગની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આરતી કરવામાં આવે છે.

ઉજ્જૈનના મહાકાલનો ભસ્મનો શૃંગાર બંધ થયો, એ જ દિવસથી ચિત્તાની ભસ્મથી આરતી કરી:
જાણવા મળ્યું છે કે, મંદિરોમાં આરતી કરવા ઉપર પણ પ્રતિબંધ સરકારે ફરમાવી દીધો છે. જેમાં સદીઓથી ચાલતી પરંપરા મુજબ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરનો પણ સમાવેશ હતો. આ સાંભળી ભૂમિકભાઈ વ્યાકુળ થઈ ગયા. કેમકે મહાકાલની સદીઓથી કરવામાં આવતી ભસ્મ આરતી પણ બંધ થઈ ગઈ અને ભૂમિકભાઈનું માનવું છે કે, ઉજ્જૈનનાં મહાકાલનો ભસ્મનાં શૃંગાર બંધ થયો અને દુનિયામાં સ્મશાનમાં ચિત્તાઓ અવિરત સળગવા માંડી હતી.

આ પછી બીજા જ દિવસથી રોટરી કલબનાં સ્મશાનથી ચિત્તાની ભસ્મ લેવા રાત્રે પહોંચી ગયો હતો. થોડોક ડર તો હતો પણ હવે શિવને ભસ્મ આરતી વિના રાખવા પણ ન હતા. ભૂમિકભાઈએ વધુમાં આગળ વાત કરતા કહ્યું કે, રાત્રે સ્મશાનમાં લોખંડની ચારણી લઈને મારા મિત્રો નિરવભાઈ પટેલ અને ગણપતભાઈ પટેલ સાથે ગયો હતો. સ્મશાનમાં કામ કરતાં ગોવિંદભાઈને વાત કરી એટલે તેમણે પણ સહયોગ આપ્યો અને હાજર ડાઘુઓ પણ ભસ્મ આરતીની વાત સાંભળી સામેથી તૈયાર થઈ ગયા.

દરરોજ રાત્રે સ્મશાનમાં જઈને ચિત્તાની ભસ્મ લઈ આવીએ છીએ: ભૂમિક શાહ
બસ પછીથી ત્યારથી માંડીને આજદિન સુધી દરરોજ રાત્રે સ્મશાનમાં જઈને ચિત્તાની ભસ્મ લઈ આવીએ છીએ અને વહેલી પરોઢિયે સત્ય કી સરકારના શિવલિંગની ઉજ્જૈન મહાકાલેશ્વરની જેમ વહેલી ભસ્મ આરતી કરી રહ્યા છે. હવે મંદિરની ભસ્મ આરતી એટલી પ્રચલિત થઈ ચૂકી છે કે લોકો સામેથી પોતાના સ્વજનની અંતિમ ક્રિયાની જાણ અગાઉથી કરીને સળગતી ચિત્તાની ભસ્મ લઈ જવા જાણ કરવા લાગ્યા છે.

જે જગ્યાએ લોકો કચરો ફેંકી જતાં એજ લોકો હવે મંદિરે દર્શન અર્થે આવી રહ્યા છે
ભૂમિક શાહ સહિતના શ્રદ્ધાળુઓ વહેલી સવારે ભસ્મ આરતી કરીને શિવની ભક્તિમાં તરબોળ થઈ જાય છે. જે વેરાન જગ્યાએ જે લોકો કચરો ફેંકી જતાં એ જ લોકો હવે મંદિરે દર્શન અર્થે આવી રહ્યા છે. મહિને નિઃશુલ્ક અન્નક્ષેત્ર પાછળ ચારેક લાખનો ખર્ચ કરતા ભૂમિકભાઈનું માનવું છે કે જ્યારથી અન્નક્ષેત્ર શરૂ કર્યું ત્યારથી કોઈ હિસાબકિતાબ ખર્ચની વિગતો રાખી નથી, એટલે જ સત્ય કી સરકાર નામનું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *