સૌરાષ્ટ્રનું ગૌરવ: આવતા વર્ષે ટેમ્પો ચાલકનો દીકરો મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી શકે છે IPL

હાલમાં સૌરાષ્ટ્ર માટે એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે. IPLમાં વધુ એક ગુજરાતી ક્રિકેટર જોવા મળી શકે છે. ભાવનગરનો ક્રિકેટર IPLમાં મુંબઈની ટીમમાં રમી શકે છે. રાજ્યમાં આવેલ ભાવનગરના ચેતન સાકરિયાને મુંબઈ ઈન્ડિયન્સે ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યો છે. હાલમાં ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી રણજી મેચ રમી રહ્યો છે.

વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન નાનપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો. આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા પણ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપીને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું હતું.

બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી અને આ વખતે IPL ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બની શકે છે. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં કુલ 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી હતી. અને હવે આગળ એનું પરિણામ ફળશે.

શું કહે છે ચેતન!
પોતાની જર્ની વિશે વાત કરતાં ચેતન જણાવે છે કે, મેં 14 વર્ષની ઉંમરે રમવાની શરૂઆત કરી હતી. મારા પપ્પા ટેમ્પો ચલાવતા હતા તેમજ મમ્મી હાઉસ વાઈફ છે. હું બાળપણથી ભણવામાં ખુબ સારો હતો તેમજ પરિવારની ઈચ્છા હતી કે,  હું ભણું અને આગળ જઈને અધિકારી બનું. હું 12 સાયન્સ પાસ છું પણ એ પછી આગળ ભણી શક્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *