છેલ્લા ત્રણ દિવસથી સુરત મુંબઈના હીરા ઉદ્યોગમાં પાર્સલ સર્વિસ માટે ફેમસ થયેલી અને જૂની આંગડીયા કંપનીઓમાંથી એક એવી સુરતના ભવાની વડમાં આવેલી એક જુના આંગડીયા પેઢીની ઓફીસ ન ખૂલવાથી આ આંગડીયા પેઢી કાચી પડ્યાની વાત વહેતી થઇ છે.
મળતી વિગતો અનુસાર સુરત સહિતના અન્ય શહેરોમાં આવેલી પેઢીની ઓફિસો પર તાળા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ આંગડિયા પેઢીના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સાથે સાથે સુરત શહેરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા માથાઓના રૂપિયા સલવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
આ પેઢીની મુંબઈ અને સુરતની ઓફિસ કેમ નથી ખુલી તે અંગે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. ઘણી મોટી હીરાની કંપનીઓના પાર્સલની ડિલિવરી આ આંગડીયા પેઢી કરતી હોવાથી તેઓના પાર્સલ અટવાતા હાલત કફોડી બની ગઈ છે. હાલ બજારમાં જાત જાતની ચર્ચાઓ ચાલી રહી છે. અમુક કહી રહ્યા છી કે સંચાલક ગાયબ થઈ ગયા છે. જયારે મુંબઈમાં અમુકનું માનવું છે કે તેણે ઉઠમણું કર્યું છે. પરંતુ આ બાબતે હજુ કોઈ ચોક્કસ જાણકારી સામે આવવાની રાહ જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે નોટબંધી અને GST આવ્યા બાદ આંગડીયા પેઢીઓની પરિસ્થિતિ કફોડી છે. હીરા ઉદ્યોગના પાર્સલ મુંબઈ સુરત લઇ જવા માટે આંગડીયા પેઢીઓ જ કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news