હમણાં તાજેતરમાં બૌદ્ધધર્મિઓ દ્વારા દિલ્હીમાં નવા બૌદ્ધધર્મમાં દીક્ષિત થનારા હજારો લોકોઓએ સપથ લીધા કે અમે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગણપતિ ગૌરીને માનસુ નહીં. હિન્દુ દેવી-દેવતાઓને કોઈપણ હિન્દુ અવતારોને માનશું નહીં કે તેની પૂજા પણ નહીં કરીએ. અને એમ નવા બૌદ્ધધર્મીઓના મુખે સાંભળવા પણ મળે છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના દીકરા કે જે હાલ બૌદ્ધ સાધુ બન્યા છે. તેઓ કહેતા હતા કે હિન્દુઓએ મૂળનિવાસી ધર્મના બૌદ્ધ અને જૈન ધર્મ ને મિટાવવા તે તે ધર્મના ધર્મગ્રંથોની કોપી કરી અને પોતાના શાસ્ત્ર બનાવ્યા છે. તો આ વાત તેઓ શેના આધારે કહે છે.? તો તે આપણે જાણીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના લખેલા પુસ્તક સત્યાર્થ પ્રકાશના આધારે.
11 માં સમઉલ્લાસ પેજ નંબર 204 દયાનંદ સરસ્વતી કહે છે કે જ્યારે પોપજી પોતાના ચેલાઓને જૈનીઓથી રોકવા લાગ્યા તો પણ મંદિરોમાં જવાથી રોકી શકતા નહીં. અને જૈનીઓની કથામાં પણ લોકો જવા લાગ્યા. જૈનીઓના પોપ આ પુરાણીઓના પોપો ના ચેલાઓને બહેકાવા લાગ્યા. ત્યારે પુરાણીઓએ વિચાર્યું કે એનો ઈલાજ કરવો જોઈએ. નહીં તો આપણા ચેલાઓ જૈની થઈ જશે. પશ્ચાત પોપો એ જ સંમતિ કરી કે જૈનીઓની માફક આપણે પણ અવતાર,મંદિર, મૂર્તિ અને કથાઓ પુસ્તકો બનાવીએ! પછી એ લોકોએ જૈનીઓના 24 તીર્થંકરોની પેઠે 24 અવતાર,મંદિર અને મૂર્તિઓ બનાવી અને જેમ જૈનીઓના આદિ અને ઉત્તર પુરાણાદિ છે. તેવા 18 પુરાણો બનાવવા લાગ્યા. તો આ વાત થઈ દયાનંદ સરસ્વતીના લખેલા સત્યાર્થ પ્રકાશની. આવા આવા આધાર પુરાવા બૌદ્ધ ધર્મીઓ ને મળી જતા હોય છે અને તેવા કુઠારાઘાત હિન્દુધર્મ પર કરવા દયાનંદ સરસ્વતી ના પુસ્તકના પ્રમાણમાં મળી રહે છે જેને આપણા હિન્દુ લોકો મહર્ષિ કહી સંબોધે છે.
હવે બીજી વાત કરીએ કે જ્યારે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત આવે અને ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર આલેખન કરવાનું હોય ત્યારે ત્યારે ઘણા લોકો દયાનંદ સરસ્વતીના લખેલા સત્યાર્થ પ્રકાશના આધારે ભગવાન સ્વામિનારાયણનું ચિત્રણ કરતા હોય છે અને અપમાન કરતા હોય છે તો હવે એવા લોકોને મારો પ્રશ્ન છે કે દયાનંદ સરસ્વતીએ તો સત્યાર્થ પ્રકાશમાં સનાતન ધર્મના દરેક સંપ્રદાયો વિશે લખ્યું છે તો તેનો પણ સ્વીકાર કરશો.???? તેનો ઉલ્લેખ હું નીચે કરું છું સ્વામી દયાનંદ સરસ્વતીના સત્યાર્થ પ્રકાશ પુસ્તકના આધારે.
11 મો સમઉલ્લાસ 203 પેજ નંબર એમાં દયાનંદ કહે છે. રાજા ભોજ ના રાજ્યમાં વ્યાસજી ના નામથી માર્કંડેય અને શિવપુરાણ કોઈએ બનાવી ઉભા કર્યા હતા. તેના સમાચાર રાજા ભોજને વિદિત થવાથી તેણે તે પંડિતોને હસ્તછેદનાદી દંડ દીધો એટલે કે હાથ કાપી નાખ્યા. અને તેમને કહ્યું કે જો કોઈ કાવ્યાદી ગ્રંથ બનાવે તો પોતાના નામથી બનાવે. ઋષિમુનિઓના નામથી નહીં.
શું આ વાતને હિંદુઓ સ્વીકારો છો.? જો સ્વીકારતા હોય તો તમારે શિવપુરાણનો અસ્વીકાર કરવો પડશે.
હવે આગળ વધીએ 202 પેજ પેજ નંબર 11 મો સમઉલ્લાસ તેમાં કહે છે શંકરાચાર્યની પૂર્વે અને વામમાર્ગીઓ પછી સૈવ વગેરે સંપ્રદાયસ્થ મતવાદી પણ થયા હતા. પરંતુ તેમનું બહુ બળ થયું નહતું. મહારાજા વિક્રમાદિત્ય થી લઈને સૈવો નું બળ વધતું આવ્યું. સૈવો માં પાશુપતાદી ઘણી શાખાઓ થઈ હતી. જેમ વામમાર્ગીઓમાં 10 મહાવિદ્યાની શાખા છે. લોકોએ શંકરાચાર્યને શિવનો અવતાર ઠરાવ્યો. તેમના અનુયાઇ સંન્યાસી પણ સૈવ મતમાં પ્રવૃત્ત થઈ ગયા અને વામમાર્ગીઓને પણ મળતા રહ્યા. વામ માર્ગી,દેવી કે જે શિવની પત્ની છે તેના ઉપાસક થયા અને સૈવો મહાદેવના ઉપાસક થયા. એ બંને રુદ્રાક્ષ અને ભસ્મ આજ સુધી ધારણ કરે છે. પરંતુ જેટલા વામમાર્ગી વેદવિરોધી છે તેટલા સૈવ નથી. પશ્ચાત એ વામમાર્ગી અને સૈવો એ સંમતિ કરીને ભગ-લિંગ નું સ્થાપન કર્યું. જેને જલાધારી અને લિંગ કહે છે અને તેની પૂજા કરવા લાગ્યા. તે નિર્લજ્જ( શરમ વગરના) ને જરા પણ લજ્જા ન આવી! કે આ પામરપણાનું કામ અમે કેમ કરીએ છીએ. એ જ પાષાણઆદિ મૂર્તિ અને ભગ-લિંગની પૂજામાં ધર્મ,અર્થ,કામ, મોક્ષઆદિની સિદ્ધિ માનવા લાગ્યા
જુઓ આ શબ્દો દયાનંદ સરસ્વતીના છે કેટલુ છેલ્લી કક્ષાનું શિવલિંગ માટે લખ્યું છે શું આને તમે સ્વીકારશો.???
શિવપુરાણ શિવલિંગ અને દેવી તથા સંપ્રદાયો વિશે આપણે જાણ્યું હવે આપણે ભાગવત પુરાણ વિશે જાણીએ 11 માં સમઉલ્લાસ પેજ નંબર 231 એમાં દયાનંદ સરસ્વતી કહે છે. અને આ ભાગવત “બોપદેવનું” બનાવેલું છે. જેના ભાઈ જયદેવે ગીતગોવિંદ બનાવ્યું છે જુઓ! તેણે આ શ્લોક તેણે બનાવેલ હિમાદ્રી નામક ગ્રંથમાં લખ્યા છે કે શ્રીમદ ભાગવત પુરાણ મેં બનાવ્યું છે. તે લેખના ત્રણ પત્ર અમારી પાસે હતા એમાંથી એક પત્ર ખોવાઈ ગયું છે તે પત્રમાં શ્લોકનો જે આશય હતો તે આશયના અમે બે શ્લોક બનાવીને નીચે લખ્યા છે. જેણે જોવા હોય તેણે હિમાદ્રી ગ્રંથમાં જોઈ લેવું
(અહીં એમણે શ્લોક મુકેલો છે)
એવા પ્રકારના શ્લોકો નસ્ટપ્રત હતા. અર્થાત રાજાના સચિવ હેમાદ્રીએ બોપદેવ પંડિતને કહ્યું કે તમારા બનાવેલા શ્રીમદ ભાગવત પુરાણને સંપૂર્ણ સાંભળવાનો અવકાશ નથી એટલા માટે તમે સંક્ષેપથી શ્લોકબદ્ધ સૂચિપત્ર બનાવો જેને જોઈને હું શ્રીમદ ભાગવતની કથાને સંક્ષેપથી જાણી લઉ .
ઉપર આપણે જાણ્યું તેમ દયાનંદ સરસ્વતીએ ભાગવત પુરાણને પણ મિથ્યા કહ્યું છે એટલે કે ખોટું ઠરાવ્યું છે બનાવટી. એમાં ઘણી બધી વિસ્તારથી વાતો આવે છે તે સત્યાર્થ પ્રકાશમાં આપ સર્વે વાંચી લેવી. તો મારો પ્રશ્ન છે કે શું તમે આ વાતોને પણ દયાનંદ સરસ્વતીની સ્વીકાર કરશો.??? જો સ્વીકાર કરતા હોવ તો તમારે ભાગવત પુરાણને મિથ્યા કરી કાલ્પનિક માનવું પડશે.શું તમે માનસો.?
આગળ દયાનંદ કહે છે શિવપુરાણમાં બાર જ્યોતિર્લિંગ લખ્યા છે તેમની કથા સર્વથા અસંભવ છે. નામ રાખ્યું છે જ્યોતિર્લિંગ પણ તેમાં પ્રકાશ તો લેશ પણ નથી. રાતે દીપ કર્યા વિના લિંગ પણ અંધારામાં દેખાતું નથી. આ શબ્દો દ્વારા દયાનંદે શિવપુરાણ 12 જ્યોતિર્લિંગ ઉપર કુઠારાઘાત કર્યા છે શું તમે તેને સ્વીકારશો.???
સમુલાસ 11 પેજ નંબર 204 એમાં દયાનંદ સરસ્વતી કહે છે રાજા ભોજના દોઢસોની પશ્ચાત વૈષ્ણવ મત નો આરંભ થયો.એ મત એક શઠકોપ નામે કંજરવર્ણમાં ઉત્પન્ન થયો હતો. તેનાથી થોડોક ચાલ્યો. તેના પછી મુનિ વાહન ભંગીકુલોત્પન્ન અને ત્રીજા યાવનાચાર્ય યવન કુલોત્પન્ન આચાર્ય થયા તતપસ્ચાત બ્રાહ્મણકુલજ ચોથા રામાનુજ થયા. તેમણે પોતાનો મત ફેલાવ્યો. શિવોએ શિવપુરાણઆદી, શાકતોએ દેવી ભાગવતઆદિ, વૈષ્ણવોએ વિષ્ણુ પુરાણઆદિ બનાવ્યા. તેમાં પોતાના નામ એટલા માટે નથી મૂક્યા કે તેઓ જાણતા હતા કે અમારા નામથી બનશે તો કોઈ પ્રમાણ કરશે નહીં. એટલા માટે વ્યાસાદી ઋષિમુનિઓના નામ મૂકીને પુરાણો બનાવ્યા.
આગળ એ જ સંદર્ભમાં દયાનંદ કહે છે દેવી ભાગવત પુરાણ વિશે.” જુઓ દેવી ભાગવતમાં શ્રી નામની દેવી સ્ત્રી કે જે શ્રીપુરની સ્વામીની લખી છે. તેણીએ સઘળા જગતને બનાવ્યું અને બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવને પણ તેણે રચ્યા. તે દેવીની ઈચ્છા થઈ ત્યારે તેણે પોતાના હાથ ઘસ્યા તેથી હાથમાં એક ફોલ્લો પડ્યો તેમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ તેને દેવીએ કહ્યું કે તું મારી સાથે વિવાહ કર. બ્રહ્માએ કહ્યું તું મારી માતા છે. હું તારી સાથે વિવાહ કરી શકું નહીં. એવું સાંભળીને માતાને ક્રોધ ચડ્યો અને તે છોકરાને ભસ્મ કરી દીધો અને પાછા હાથ ઘસીને ફરી એજ પ્રકારે બીજો છોકરો ઉત્પન્ન કર્યો તેનું નામ વિષ્ણુ રાખ્યું તેને પણ તે જ પ્રકારે કહ્યું. પણ તેણે પણ માન્યું નહીં ત્યારે તેને પણ ભસ્મ કરી દીધો.વળી એ જ પ્રકારે ત્રીજા છોકરાને ઉત્પન્ન કર્યો તેનું નામ મહાદેવ રાખ્યું. અને તેને કહ્યું કે તું મારી સાથે વિવાહ કર. મહાદેવ બોલ્યો કે હું તારી સાથે વિવાહ નથી કરી શકતો. તું બીજું સ્ત્રીનું શરીર ધારણ કર. દેવીએ એમ જ કર્યું ત્યારે મહાદેવ બોલ્યો કે આ બે ઠેકાણે રાખ સરખું શું પડ્યું છે.? દેવી એ કહ્યું કે એ બંને તારા ભાઈ છે એમણે મારી આજ્ઞા ન માની તે માટે તેમને મેં ભસ્મ કરી દીધા છે. મહાદેવ એ કહ્યું કે હું એકલો શું કરીશ.? એમને જીવતા કરી દો અને બીજી બે સ્ત્રી ઉત્પન્ન કર. ત્રણે નો વિવાહ સાથે થશે. દેવીએ એમ જ કર્યું પછી ત્રણેયના ત્રણ સાથે વિવાહ થયા.! વાહ રે વાહ માતા સાથે વિવાહ ન કર્યા અને બહેન સાથે કરી લીધા. શું આને ઉચિત સમજવું જોઈએ.
આ ઉપર કહ્યા તે શબ્દો બેઠા દયાનંદ સરસ્વતીના લખેલા છે તો શું હવે તમે દયાનંદ સરસ્વતીની આ વાતને પણ સ્વીકાર કરશો.????? આવી બધી ઘણી બાબતો દયાનંદ સરસ્વતીએ સત્યાપ્રકાશમાં લખી છે અને સનાતન ધર્મના કોઈપણ સંપ્રદાય વિશે લખી કુઠારાઘાત કરવાનું બાકી તેણે મૂક્યું નથી તમારે વિસ્તારથી જાણવું હોય તો સત્યાર્થ પ્રકાશ પેજ નંબર 191 થી 280 વાંચી લેવું શિવ ધર્મ, વૈષ્ણવ ધર્મ ,શક્તિ ધર્મ વામ માર્ગી, કબીર પંથી, દાદુ રામસનેહી પંથ, ગૌદીય , મધવ સંપ્રદાય, બીજમાર્ગી ધર્મ જેમાં રામદેવપીર, કુડા પંથ, કાન ફટા, મૂર્તિ પૂજા પૂજા, વલ્લભ સંપ્રદાય વલ્લભાચાર્યજીનો, શંકરાચાર્ય, ગુસાઈજી, શ્રાદ્ધ કર્યા ગયાજી ,જગન્નાથપુરી, સોમનાથ ,અમરનાથ, દ્વારકા, કામાખ્યા દેવી ,હિંગળાજ શક્તિપીઠ, જ્વાલાદેવી, નરસિંહ મહેતા, ગણપતિના ગજમુખની કથા પર ખંડન, શ્રીયંત્ર વગેરે મુદ્રાઓનું ખરાબ રીતે ખંડન, ગરુડ પુરાણ, કલકત્તા ના કાલકા દેવી, રામેશ્વર, ડાકોર રણછોડજી તથા બોડાણા ભગત, અમૃતસર શીખ ધર્મસ્થાન, હરિદ્વાર કાશી, વિંધ્યવાસીની દેવી, ગોકુળ મથુરા વૃંદાવન, માર્કંડેય પુરાણ નો દુર્ગા પાઠ, બંગાળની દુર્ગાપૂજા મેલીવિદ્યા, કાળભૈરવ, બટુક ભૈરવ, રુદ્રાક્ષ,ભસ્મ, ભાંગ ,ધતુરા,અફીણ, તિલક, કંઠી, માળા, , રામાનંદી અને શિવ સમાજના સાધુ સમાજના અમુક જ્ઞાતિ વાર નામ લઇ ખંડન કર્યું છે.
ઉપર જણાવ્યું તેમ અનેક સંપ્રદાયો ના મત મતાંતરો ના નામ સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ છેલ્લી કક્ષાના હીન શબ્દોમાં કુઠારાઘાત કર્યા છે જેનું વર્ણન પણ અહીં થઈ શકે તેમ નથી એવી એવી તો એણે વાતો કરી છે તેમાં
તો શું તમે દયાનંદ સરસ્વતીના લખેલા પુસ્તક સત્યાર્થ પ્રકાશની એ વાતોને સ્વીકાર કરો છો.???? જો તમારી હા હોય તો નક્કી થાય છે કે આ બધા જ ખોટા છે અને એક દયાનંદ સરસ્વતી સાચા છે જેના વચનનો ને તમે સ્વીકારો છો. એણે દરેક સંપ્રદાયો આચાર્ય વિશે છેલ્લી કક્ષાનું હીન શબ્દોમાં કહ્યું છે એટલું તો એણે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે પણ હિનકક્ષાનું કહ્યું નથી. એણે સ્વામિનારાયણ સંપ્રદાય માટે તો એવું હિનકક્ષાનું લખ્યું નથી છતાં પણ સ્વામિનારાયણ સંપ્રદાય તેની કોઈપણ વાતને માન્ય કરતું નથી કે સ્વીકારતું પણ નથી.
જો તમે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયનું અને સ્વામિનારાયણ ભગવાનનું સર્ટિફિકેટ દયાનંદ સરસ્વતીના લખેલા સત્યાર્થ પ્રકાશ પુસ્તકના આધારે આપતા હોય તો તમારે ઉપર જણાવી તે દરેક બાબતો સનાતન સંપ્રદાયો વિશે પણ સ્વીકારવું રહ્યું જે દયાનંદ સરસ્વતીએ લખ્યું છે. મને ખબર છે કે તમે તે સ્વીકારવાના નથી તો પછી સ્વામિનારાયણ વિશે લખેલું કેમ સ્વીકારો છો.???
દયાનંદ સરસ્વતી જેવા સહસ્ત્ર દયાનંદ સરસ્વતી આવે ને અને પુસ્તકો સહસ્ત્ર લખે ને તો પણ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો સંતો 0% પણ વિચલિત થવાના નથી કારણ કે દયાનંદ સરસ્વતીને સ્વામિનારાયણ સંપ્રદાય 0% પણ સ્વીકારતો નથી પણ એ દયાનંદ સરસ્વતીને અમુક કહેવાતા મીંડુઓ પોતાનો બાપ બનાવીને બેઠા છે ને તો એમણે તો સ્વીકારવું જ રહ્યું ઉપર કહ્યું તે બધું જ. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય દયાનંદ સરસ્વતીને પોતાનો બાપ નથી બનાવ્યો. જ્યારે તમે લોકો તો તેને પોતાનો બાપ બનાવી બેઠા છો તેની મૂર્તિઓ ફોટાઓ સનાતન ધર્મના આશ્રમો શાળાઓમાં લગાવો છો અને તેને સ્વીકારો છો. દયાનંદએ કહેલી સ્વામિનારાયણ ની વાતોને તમે સ્વીકારો છો તો આગળ કહી તે વાતોને પણ સ્વીકારોને.!
જો તમારે દયાનંદ સરસ્વતીને સ્વીકારવો હોય તો પૂરેપૂરો સ્વીકારો અધૂરો નહીં. ઘણા લોકો કહે છે કે સ્વામિનારાયણના પુસ્તકો ખોટા ચિત્રાણા છે તો આ તમારા ચીત્રાણા છે એનું શું.? દયાનંદ સરસ્વતીના સત્યાર્થ પ્રકાશને સળગાવો અને આર્ય સમાજનો સનાતન ધર્મ માંથી બહિષ્કાર કરોને જો હિંમત હોય તો.! અને હમણાં જે બૌદ્ધધર્મ દ્વારા પ્રતિજ્ઞાઓ લેવામાં આવી છે અને હિન્દુ દેવી-દેવતાઓને કાલ્પનિક કહેવામાં આવ્યા છે,એ પ્રેરણા આપનાર તમારા બાપ સદગુરુ દયાનંદ સરસ્વતી છે જેના સત્યાર્થ પ્રકાશના લખાણો સાક્ષી પૂરે છે ને એવા લોકોને હિન્દુ દેવી દેવતાઓને કાલ્પનિક સાબિત કરવામાં માહિતી પૂરી પાડે છે. અને હવે પછી ક્યારેય સ્વામિનારાયણ સંપ્રદાયની સામે વિરોધ કરતા પ્રશ્ન ઉઠાવતા આવતા પહેલા આ બધો અભ્યાસ કરીને આવજો.
દલપતરામની એક પંક્તિ છે “સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ અન્યનું તો એક વાંકુ આપના અઢાર છે “. સ્વામિનારાયણ સંપ્રદાયના એકલદોકલ અમુક દોષ બતાવવાને બદલે તમારા દોષ પોતે જોઈ લેવા. તમારો વેલોજ મૂળમાંથી સડેલો છે .જો તમે દયાનંદને બાપ માનતા હોય તો દયાનંદે તમારો ઇતિહાસ તમને બતાવ્યો છે એને સ્વીકારી લો તો તમે મૂળમાંથી જ સડેલા સાબિત થશો. દલપતરામે તો 18 અંગ વાંકા કર્યા પણ અહીં દયાનંદ સરસ્વતીએ તો તમારા સહસ્ત્ર કોટી અંગ વાંકા કહ્યા છે .માટે દયાનંદના સત્યાર્થ પ્રકાશ પુસ્તકના નામે કોઈએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયની સામે તો ભૂલથી પણ આવવું નહીં. અને સોશિયલ મીડિયાના મેદાનમાં તો ખાસ કરીને આવવું નહીં. નહીંતર તમારી ઝાટકણી સત્યાર્થ પ્રકાશ પુસ્તકના આધારે જ કરવામાં આવશે. અસ્તુ. લેખન÷ ભાવિકદાન ગઢવી