ગીતાબેન રબારીએ શા માટે કહ્યું “મને જીવનમાં બધું મળ્યું છે પણ આ એક વસ્તુની મોટી ખોટ રહી ગઈ”

ગીતા રબારી (Geeta Rabari)ને તો સૌ કોઈ જાણે જ છે. ગુજરાત (Gujarat)ના લોકપ્રિય સિંગર(Singer) ગીતા રબારી પોતાના અનોખા અવાજને કારણે દેશ-વિદેશમાં ખુબ જ ફેમસ છે. તેઓને કચ્છી કોયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીતા રબારીની આજની સફળતા પાછળ વર્ષોનો સંઘર્ષ છૂપાયેલો છે. પાંચ વર્ષ પહેલાં ‘રોણા શેરમા’ ગીતથી ધમાકો મચાવી રાતોરાત છવાઈ ગયેલી ગીતા રબારીના કાર્યક્રમોમાં આજે લાખો લોકોની ભીડ ઉમટી પડે છે. પોતાના સૂરીલા અવાજના જાદુથી ગીતા રબારી લાખો લોકોના દીલમાં રાજ કરે છે.

ત્યારે હવે તેમના પરિવાર વિશે વાત કરીએ તો, ગીતાબેન રબારીના પરિવારમાં માતા પિતા અને બે નાના ભાઈ હતા. પરંતુ બંને નાના ભાઈઓના અકાળે અવસાન થયા હતા. જેના કારણે આજે ગીતા રબારીના કોઈ સગા ભાઈ નથી. તેથી આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની વાત કરી હતી.

આ અંગે ગીતા બેન રબારીએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે, હું નાનપણથી મોટી થઇ ત્યારથી એક જ વાતની ખામી રહી કે મારો કોઈ સાગો ભાઈ નથી. ભાઈની ખોટ તેને જ ખબર પડે જેને ભાઈ ન હોય. આ વાતનું મને ખુબજ દુઃખ થતું હતું કે મારે કોઈ ભાઈ નથી. પછી હું સંગીતના ક્ષેત્રમાં આવી અને માતજીએ મને આ લાઈનમાં ખ્યાતિ આપી અને સારું નામ આપ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ ઘણા સવાયા ભાઈઓ છે. હું જો વાત કરું તો મારા 23 થી 24 રાખડી ભાઈઓ છે અને મારા બધા ભાઈઓએ મને ખુબજ સપોર્ટ કર્યો છે અને ટેકો આપ્યો છે અને મને ખુબજ પ્રેમ કરે છે. આજે માતાજીએ મને આ સંગીત ક્ષેત્રમાં જે સફળતા આપી છે. એનાથી ખુબજ તેમનો આભાર માનુ છુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *