હાલમાં રાજ્યમાં આવેલ ભાવનગર શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. ઉનાળો બરાબર તપે ત્યારે માર્ગ પરનો ડામર પીગળવા લાગે તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. જો કે, ભાવનગરમાં તો હજુ ઉનાળાની શરૂઆતમાં જ ડામર ઓગળવા લાગ્યો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
શહેરનાં કાળાનાળા વિસ્તાર, દાદા સાહેબ જૈન દેરાસરથી લઈને નીલમબાગ સર્કલ સુધીનાં નવા બનેલ રોડ પર પાથરેલો ડામર પીગળતા અનેક વાહનો સ્લીપ મારી ગયા હતા. ધગધગતા તાપમાં પીગળેલા ગરમ ડામરને લીધે કેટલાક રાહદારીઓ દાઝી ગયા હતા.
ઉનાળાની શરૂઆતનો તડકો પણ ડામર સહન ન કરી શકાત આ કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હશે તેવી વાતો નગરજનોમાં પ્રસરી રહી છે. અહીં નોંધનીય છે કે, છેલ્લા 4 મહિનામાં લગભગ 150 કરોડ રૂપિયાના રોડના કામને મંજૂરી આપવામાં આવી હતી. જેમાંથી અનેક કામ પૂર્ણ થઈ ગયા છે તેમજ કેટલાક કાર્યરત છે.
જયારે અમુક રોડના કામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી ઊડીને આંખે વળગે છે. શહેરના કાળાનાળા વિસ્તારમાં દાદા સાહેબ જૈન દેરાસરથી લઈને નીલમબાગ સર્કલ સુધીનો રોડ હજુ બે મહિના અગાઉ જ બનાવવામાં આવ્યો હતો પણ નવા બનેલ રોડમાં પણ કાકરા બહાર નીકળી જતા તંત્ર દ્વારા ઓમ કન્સ્ટ્રક્શન એજન્સી નજીક બીજીવખત રોડ બનાવવામાં આવ્યો હતો.
જો કે, બીજીવાર પણ કામમાં બેદરકારી રાખવામાં આવી હોય તેમ ગઈકાલે રાત્રે બનાવવામાં આવેલ રોડ પર ડામર પાથર્યાં પછી તેના પર પાઉડર છાંટવાનું ભૂલી જતા ધગધગતા તાપને લીધે ડામર પીગળી ગયો હતો. ડામર પીગળતા માર્ગ પરથી પસાર થતાં કેટલાક વાહનો સ્લીપ મારી ગયા હતા.
જેને કારણે રાહદારીઓ દાઝી ગયા હતા. તેમના સ્લીપર ડામરની સાથે ચીપકી ગયા હતા.એજન્સીઓ દ્વારા ઘણીવાર આવી ગંભીર ક્ષતિઓ થતાં તંત્ર દ્વારા કડક પગલા લેવા માટે લોકોમાં રોષ પૂર્વક માંગ ઉઠી છે. શહેરના સર.ટી હોસ્પિટલથી લઈને દાદા સાહેબ, જેલરોડ સહિતના મુખ્ય માર્ગ ઉ૫રનો ડામર ઓગળવા લાગ્યો હતો.
આ સમયે રાહદારીઓ માર્ગ ઉપર ચાલે તો પણ ચંપલ ચોટી જતા હતા. અહીં નોંધનીય છે કે, શહેરમાં ઉનાળો ધીરે-ધીરે આકરો બનતો જઈ રહ્યો છે. સવારથી જ શરૂ થતો તડકો બપોર સુધીમાં તો સૌ કોઈ લોકોને અકળાવી દે છે. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં તો માર્ગ પર પાથરેલો ડામર ઓગળવા લાગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle