એક સમયે ભાવનગર શહેરની દેશમાં બોલબાલા હતી, અને હોય પણ કેમ નહી, એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ, દેશનો હીરા ઉદ્યોગ સહિતના અનેક ઉદ્યોગો ધમધમતા હતા. પરંતુ સમયના ચક્રના ભરડામાં આ શહેરને નજર લાગી ગઈ હોય તેમ લુખ્ખાગીરી, કાયદાના રખેવાળોની લાચારીથી કંટાળી ભાવનગરમાંથી ચોક્કસ જ્ઞાતિના સમૃદ્ધ પરિવારો શહેર છોડીને દક્ષીણ ગુજરાત તરફ દોટ મૂકી અને રહ્યા સહ્યા લોકો હાલ પણ આ ત્રાસદી થી પીડાઈ રહ્યા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. વર્ગ વિગ્રહ, અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહીમાં ઢીલાશએ હજી સુધી આ શહેરને જકડી રાખ્યું છે.
ભાવનગર પાસે આવેલા બુધેલ ગામના પુર્વ સરપંચ દાનસંગ મોરી સહિત અન્ય સ્થાનિકો સામે ભાવનગર અલંગના શીપબ્રેકરોએ હુમલો કરવાની અને લુંટની ફરિયાદ નોંધાવી છે. રાજપુતો અને વેપારી મહામંડળ આમને સામને આવી ગયા છે, આ કેસના મુખ્ય આરોપી રાજપુત આગેવાન દાનસંગ મોરી સામે ગુનો નોંધાવતા રાજપુત સમાજને રાજકિય બદલાની ગંધ આવી રહી છે. કારણ કે દાનસંગ મોરી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને છત્રીસનો આંકડો છે, જેના કારણે હવે રાજપુત સમાજે ફરી લડાઈ લડવાના એંધાણ આપી દીધા છે. જયારે ભાવનગર કલેકટર દ્વારા આ કેસના ફરાર આરોપીઓને ઝડપી લેવા એક ખાસ તપાસ ટીમની રચના કરવાની જાહેરાત કરી છે.
આ ઘટનાની શરૂઆત કઈક આવી રહી થઈ હતી. બુધવારના રોજ દાનસંગ મોરી તેમની કારમાં બુધેલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અન્ય એક કારની ઓવરટેક કરવાના મામલે ઝઘડો થયો હતો. આ ઘટના બુધેલ ગામની નજીક ઘટી હોવાને કારણે બુધેલ ગામના યુવાનો રસ્તા ઉપર દોડી આવ્યા હતા. અને સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલી વાત મારા મારી સુધી પહોંચી હતી.
આ વખતે ત્યાંથી શીપબ્રેકર જીવરાજ પટેલ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પોતાના ડ્રાઈવરને છોડાવવાનો પ્રયત્ન કરતા તેમની સાથે પણ મારા મારી શરૂ થઈ હતી. જીવરાજ પટેલનો આરોપ છે કે દાનસંગ મોરી અને તેમના રાજપુત સાથીદારોએ માર માર્યો કાર તોડી નાખી અને ખીસ્સામાં રહેલી રોકડ લુંટી લીધી હતી, આ ઘટનાની જાણકારી અલંગ પહોંચતા મોટી સંખ્યામાં શીપબ્રેકરો ભાવનગર કલેકટર ઓફિસ દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં દાનસંગ મોરી સહિત દસ સામે લુંટનો ગુનો નોંધ્યો હતો.
કલેકટર ઓફિસમાં મોડી રાત સુધી રહેલા શીપબ્રેકરો અને વેપારીઓની માગણી હતી કે, દાનસંગ મોરી સહિત તમામની ધરપકડ થાય તેમજ તેમની સામે પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવે. જયારે ગુરૂવારના રોજ અલંગ શીપયાર્ડમાં પોતાનો વિરોધ વ્યકત કરવા માટે વેપારીઓ બંધ પાળ્યું હતું અને એક વિશાળ રેલી ભાવનગરમાં નિકળી હતી.
વેપારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી માગણી કરવામાં આવી હતી કે આરોપી સામે પાસાની કાર્યવાહી નહીં થાય તો તેમને ભાવનગરમાંથી હિજરત કરી જવી પડશે બીજી તરફ રાજપુત આગેવાનોનો દાવો છે કે મારા મારીની ઘટના ઘટી તે વાત સાચી છે પરંતુ આ મામલે લુંટની ખોટી ફરિયાદ આપવામાં આવી છે આ મામલે ખુદ દાનસંગ મોરી માફી માંગવા તૈયાર હતા.
રાજપુત સમાજ દ્વારા એક મીટીંગ બોલાવવામાં આવી છે તેઓ કહે છે કે 16 લાખની કારમાં જતા દાનસંગ મોરી 2500 રૂપિયાની લુંટ કરે તે વાહિયાત વાત છે. આ ફરિયાદ રાજકિય ઈશારે થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએની સુચનાથી દાનસંગ મોરી સામે પોલીસ કેસ થયા ત્યારે સમગ્ર ગુજરાતમાં આંદોલન થયા હતા , બાદમાં અમીત શાહની મધ્યસ્થતા દ્વારા સમાધાન પણ થયુ હતું , પરંતુ હવે દાનસંગ મોરી સામે થયેલી ફરિયાદ રાજકિય હોવાનું રાજપુતો માની રહ્યા છે. હાલમાં આ મામલે તંગદીલી વ્યાપેલી છે. કારણ કે વેપારીઓ અને રાજપુતો લડી લેવાના મુડમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.