મંગળવારના રોજ ઉત્તરાખંડ (Uttarakhand)ના કેદારનાથ (Kedarnath)માં હેલિકોપ્ટર ક્રેશ થતા એક મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં પાયલટ સહિત 7 લોકોના મોત થયા હતા. જેમાં ભાવનગર (Bhavnagar)ની પણ ત્રણ યુવતીના મોત નિપજ્યા હતા. ત્યારે આ ત્રણેય દીકરીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. જેમાં બે યુવતીઓ સગી પિતરાઈ બહેનો છે. ઘટનાને પગલે ત્રણેયના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બે યુવતીના હરિદ્ધાર, એકના સિહોરમાં અંતિમ સંસ્કાર:
આ ત્રણ યુવતીમાંથી બે યુવતી ઉર્વી અને કૃતિના પરિવારો ટ્રાવેલ મારફતે ઉત્તરાખંડ જવા પહોંચ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા મૃતદેહને હરિદ્વાર હેલિકોપ્ટરથી મારફતે લાવી સોંપવામાં આવ્યો હતો, જ્યાં બંને દીકરીઓની પરિવારજનો દ્વારા અંતિમ વિધિ હરિદ્વારમાં કરવામાં આવી હતી. જ્યારે અન્ય યુવતી પૂર્વાના અંતિમ સંસ્કાર સિહોર ખાતે કરવામાં આવ્યાં હતા. બે પિતરાઈ બહેનોના એક જ સાથે મોત થતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
View this post on Instagram
ગરુડચટ્ટીમાં દુર્ઘટના સર્જાઈ હતી:
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના મંગળવારના રોજ 11:30 આસપાસ બની હતી. જેમાં સાત લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હતી. મૃતકોમાં 3 દીકરીઓ ગુજરાતના ભાવનગરની હતી. જેમાં કૃતિ કમલેશભાઈ બારડ, ઉર્વી જયેશભાઈ બારડ અને પૂર્વા વિનોદભાઈ રામાનુજ ત્રણેય દિકરીઓ ભાવનગરની હતી.
ત્યારે ત્રણેયના ગુરુવારના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બે પિતરાઈ બહેનો ઉર્વી અને કૃતિના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં કરવામાં આવ્યા હતા. જયારે અન્ય યુવતી પૂર્વાના અંતિમ સંસ્કાર સિહોર ખાતે કરવામાં આવ્યાં હતા. આ વેળાએ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.