વધુ એક ધૈર્યા હત્યાકાંડ… અંધશ્રદ્ધામાં માતાએ ૧૩ વર્ષની બાળકીની બલી ચડાવી, જન્મ આપનારી જનેતાએ જ આપ્યું ધ્રુજાવી દેતું મોત

સંબંધોની હત્યાની આ ઘટના વિષે જાણી તમારી આત્મા કંપી જશે. અંધશ્રદ્ધામાં માતાએ 13 વર્ષની પુત્રીને નવડાવી ધોવડાવી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ…

સંબંધોની હત્યાની આ ઘટના વિષે જાણી તમારી આત્મા કંપી જશે. અંધશ્રદ્ધામાં માતાએ 13 વર્ષની પુત્રીને નવડાવી ધોવડાવી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ ઘટના જોઈ તમને ધૈયા હત્યાકાંડની યાદ જરૂર આવતી હશે. અહિયાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. આ મહિલા તેના નાના પુત્રને પણ મારવા માંગતી હતી, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. શનિવારે જ્યારે હત્યાનો ખુલાસો રવિવારે થયો ત્યારે બધા ચોંકી ગયા હતા.

રવિવારે પોલીસે આરોપી રેખા (35)ની તેના ઘરેથી જ ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. મોટા પુત્ર નિતેન્દ્ર સિંહ (16)ના મોહમાં રેખાએ તેની જ પુત્રી સંજનાની નિર્દયતાથી હત્યા કરી હતી.

મહિલાએ તેની 13 વર્ષની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી. વાસ્તવમાં રેખાને ત્રણ બાળકો છે. સૌથી મોટા પુત્રનું નામ નિતેન્દ્ર સિંહ (16) છે. તેના પછી 13 વર્ષની પુત્રી સંજના અને સૌથી નાનો પુત્ર 11 વર્ષનો સિંઘમ છે. મોટા પુત્ર નિતેન્દ્રના હૃદયમાં કાણું છે. માતાએ દાવો કર્યો છે કે તે સપનું જોતી હતી કે સાંજનાનો ભોગ લેવાથી મોટા દીકરાનો રોગ દૂર થઈ જશે.

સંજના અને સિંઘમ પર છરી વડે હુમલો કર્યો
શનિવારે રેખાના ઘરે સંજના અને સિંઘમ સિવાય કોઈ નહોતું. નિતેન્દ્ર શાળાએ ગયો હતો અને રેખાનો પતિ શિવરાજ (40) બહાર ગયો હતો. તક જોઈને રેખાએ પુત્રી સંજના અને નાના પુત્ર સિંઘમને ધારદાર છરી વડે મારી બલિદાન આપવાનું વિચાર્યું પરંતુ બંને બાળકોએ તેના હાથમાંથી છરી છીનવીને ફેંકી દીધી હતી. આ દરમિયાન સિંઘમ ઘરની બહાર ભાગી ગયો અને રેખાએ સંજનાને પકડીને અંદરથી દરવાજો બંધ કરી દીધો.

પહેલા નવડાવી અને પછી…
દરવાજો બંધ કર્યા બાદ રેખા પહેલા સંજનાને બાથરૂમમાં લઈ ગઈ અને નવડાવી અને ત્યાં તેને મારવાનો પ્રયાસ કર્યો. અને પછી સંજનાને બાથરૂમમાંથી ખેંચીને ઘરના ચોકમાં લઈ આવી. જ્યાં મહિલાએ સંજનાને ટુવાલ વડે ક્રૂરતાપૂર્વક ગળું દબાવી દીધું હતું. બીજી તરફ ત્યાંથી ભાગીને નાનો દીકરો જોર જોરથી રડવા લાગ્યો હતો. તેની બૂમો સાંભળીને પાડોશીઓ સ્થળ પર આવી પહોંચ્યા, સિંઘમે પાડોશીઓને કહ્યું કે માતા તેની બહેનને મારી નાખશે. જેના પર લોકોએ દરવાજો ખખડાવ્યો, પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. લોકોએ દરવાજો તોડ્યો તો અંદર સંજના જમીન પર પડી હતી, લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

રેખા તેના મોટા પુત્ર નિતેન્દ્રને ખૂબ પ્રેમ કરતી હતી અને લોકડાઉનથી માનસિક રીતે બીમાર હતી. તેને દર 15 દિવસે આંચકો આવતો હતો. નિતેન્દ્રના હૃદયમાં કાણું હતું. તેની સારવાર ચાલી રહી હતી. રેખાને સપનું હતું કે જો તે ઘરમાંથી કોઈની બલી ચડાવશે તો તેનો પુત્ર નિતેન્દ્ર સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *