ભાવનગરમાં શરૂ થશે નવા એટીએમ. પણ કઈ વસ્તુ ના??? જાણો અહીંયા…

ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવાઓ વધારવા માટે પહેલી વખત હેલ્થ એટીએમ ની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આ મશીન થી ૪૦ પ્રકારના મેડિકલ ટેસ્ટ થઈ શકશે.પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત તેને ભાવનગરના મહુવા વિસ્તારમાંથી શરૂ કરવામાં આવશે.

આ મશીન ચેક અપ કર્યા બાદ થોડા જ સમયમાં રિપોર્ટ આપી દે છે. તેને ઈન્ટરનેટ સાથે જોડવામાં આવ્યું છે જેનાથી મોબાઇલ અને ઈ-મેઈલ ઉપર રિપોર્ટ મોકલવામાં આવશે. આ એટીએમ  સ્ટાર્ટર કંપની યોલો એ તૈયાર કર્યા છે. જિલ્લા વિકાસ અધિકારી અરૂણ કુમાર એ કહ્યું કે, મશીન પ્રાથમિક તપાસ ઉપરાંત વજન, બ્લડપ્રેશર, તાપમાન, હેમોગ્લોબિન, મલેરિયા, ecg, પેશાબ તેમજ આંખ અને ચામડી સાથે જોડાયેલા ૪૦ પ્રકારના ટેસ્ટ કરી શકે છે.

લોકો ડોક્ટર પાસેથી ઓનલાઈન સારવાર પણ લઇ શકશે..


જિલ્લા વિકાસ અધિકારી અરૂણ કુમારે કહ્યું છે કે એટીએમ ની આ સુવિધા શ્યામાપ્રસાદ મુખરજી અર્બન હેલ્થ યોજના અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવશે. મંજૂરી મળતા જ મહુવા વિસ્તારમાં કામ શરૂ કરવામાં આવશે. યોજના શરૂ થતાં જ હેલ્થ એટીએમ ના માધ્યમથી ગ્રામીણ ડોક્ટરો પાસેથી ઓનલાઈન સારવાર લઇ શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *