નવસારી: અકસ્માતમાં સુરત અને મહેસાણાના પાંચ યુવાનોના મોત, જાણો વધુ

Published on Trishul News at 5:13 PM, Thu, 6 June 2019

Last modified on June 11th, 2019 at 3:05 PM

નવસારી હાઇવે ફરી એકવાર રક્તરંજીત બન્યો છે. અહીં આવેલા ખારેલ હાઇવે પર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ઘટનામાં એક સાથે પાંચ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે મહેસાણા અને ત્રણ સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

નવસારીના ખારેલ ગામ પાસે નેશનલ હાઇવે-48 પર ગમખ્વાર અકસ્માતમાં પાંચ યુવકોના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટના બુધવારે સાંજે 6.40 કલાકે થઇ હતી. ખારેલ ઓવરબ્રિજ પસાર કર્યા બાદ આ યુવકો જે કારમાં સવાર હતા એ કાર ડિવાઇડર કુદાવીને અમદાવાદ- મુંબઇ લેનમાં ધસી ગઇ હતી જે સામેથી આવી રહેલા આઇશર ટેમ્પો સાથે જઇને અથડાઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે પાંચેય યુવાનોના મોત ઘટનાસ્થળે જ થઇ ગયા હતા. મૃત્યુ પામનાર પાંચેય યુવકો વરાછા(સુરત)ના હોવાની વાત સામે આવતાં વરાછા પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

5 જૂને વરાછાના પાંચ યુવાનો તેમની ટાટા માનઝા કાર લઇને દમણથી સુરત આવવાં નીકળ્યાં હતા. એ સમયે ખારેલ ઓવરબ્રિજ નજીક સાંજના 6.40ના સુમારે કારચાલકે કાર પરનું નિયંત્રણ ગુમાવી દેતાં તે કાર ડિવાઇડર કુદીને અમદાવાદ-મુંબઇ લેન પર ઘસી જઇને આઇશર ટેમ્પા સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતનો અવાજ સાંભળીને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કારમાં સવાર પાંચેય યુવાનો મૃત અવસ્થામાં જ હોવાનું બહારથી જ દેખાઇ આવતું હતું. આગળ બેસેલા બે યુવાનોની લાશે લોકોએ બહાર કાઢી હતી પરંતુ પાછળ બેસેલા ત્રણ યુવાનોની લાશ કાઢવા માટે 1 કલાકનો સમય લાગ્યો હતો. કારમાંથી એક આધાર કાર્ડ મળી આવ્યું હતું જે સુરતના લંબે હનુમાન રોડ પર રહેતા હેત વસંતભાઇ પટેલનો હતો.

મૃત્યુ પામેલો હેત તેમના માતા-પિતાનું એકમાત્ર પુત્ર છે જ્યારે તેની એક બહેન પણ છે. 19 વર્ષીય હેત ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. વેકેશનમાં તે ઘરે આવ્યો અને મિત્રો સાથે દમણ ફરવા ગયો હતો.

અન્ય એક મૃતક જનત મુકેશ પટેલના પરિવારમાં પણ તેના સિવાય માતા-પિતા અને એક બહેન છે. ફાર્મસીનો અભ્યાસ કરતો જતન ફ્રેન્ડસ ઓફ પોલીસમાં પણ સેવા આપતો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનો

વૈભવ ઘનશ્યામ પટેલ (ઉં.વ 19, રહે. મોઢેરા, મહેસાણા,)

મીત વિનોદ પટેલ (ઉ.વ. 17, રહે. મહેન્દ્રનગર ભાગ -૨, મોઢેરા રોડ, મહેસાણા,)

જતન મુકેશ પટેલ (ઉં.વ.18 રહે. લંબે હનુમાન રોડ, પરમહંસ સો. સુરત)

જય ભુપેન્દ્ર પ્રજાપતિ (ઉં.વ. 20, રહે. ભાટિયા ગામ, પલસાણા,સુરત)

હેત વસંતકુમાર પટેલ, (ઉં.વ. 20, રહે. વાણીરાજ એપાર્ટમેન્ટ, ચામુંડા નગર, લંબે હનુમાન, સુરત)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "નવસારી: અકસ્માતમાં સુરત અને મહેસાણાના પાંચ યુવાનોના મોત, જાણો વધુ"

Leave a comment

Your email address will not be published.


*