ભાવનગર શહેર જીલ્લામાં અલગ અલગ સ્થળો એ જુગટુ ખેલતા 45 પત્તાપ્રેમી પકડાયા

ભાવનગર શહેર જિલ્લામાં ઠેર ઠેર શ્રાવણિયા જુગારની બાજી પર પોલીસે દરોડા પાડી પિસ્તાલીસ પત્તાપ્રેમીને રંગાહાથ ઝડપી લઈ લોકઅપ હવાલે કરી દીધા હતા. શહેરના વિવિધ વિસ્તારો…

ભાવનગર શહેર જિલ્લામાં ઠેર ઠેર શ્રાવણિયા જુગારની બાજી પર પોલીસે દરોડા પાડી પિસ્તાલીસ પત્તાપ્રેમીને રંગાહાથ ઝડપી લઈ લોકઅપ હવાલે કરી દીધા હતા. શહેરના વિવિધ વિસ્તારો તેમજ વરતેજ, ગારિયાધારમાં જુગટુ ખેલતા શખસોના કબજામાંથી રોકડ મોબાઈલ જુગાર સાહિત્ય પોલીસે કબજે લીધો હતો.

તસ્વીરો પ્રતીકાત્મક છે.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ગત રાત્રિના નાઈટ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ મિલેટ્રી સોસાયટી પાછળ પટેલનગરમાં રહેતા જશવંતસિંહ લઘુભા સરવૈયા પોતાના કબજા ભોગવટાના પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી હારજીતનો જુગાર રમાડે છે તેવી હકીકતના આધારે રેડ કરી તપાસ હાથ ધરતા મકાનમાં જશવંતસિંહ લઘુભા સરવૈયા, દિપેન્દ્રસિંહ જશુભા સરવૈયા અજયસિંહ બળવંતસિંહ જાડેજા, અર્જુનસિંહ દિપસિંહ ગોહિલ, અશોકસિંહ ચંદુભા જાડેજા, ઉપેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, તુલસી ઝવેરભાઈ ચૌહાણ, વિક્રમસિંહ નવુભા સરવૈયા મળી આવતા તમામ શખસોને રોકડ, દસ મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી બોરતળાવ પોલીસને સોંપી આપ્યા હતા.

જ્યારે બોરતળાવ પોલીસને મળેલી બાતમી આધારે સરીતા સોસાયટીમાં આવેલ લાખાણીની ચાલીસ પાસે જુગાર રમતા રમેશ દાજીભાઈ હડાણી, ઈલીયાસ રહિમભાઈ ખરાસી, ભુપત મોહનભાઈ બારૈયા, નરેશ મનસુખભાઈ ચૌહાણ, કૌશીક રમેશભાઈ અદાણી, નાથા હીરાભાઈ મકવાણા, ઘનશ્યામ રાજાભાઈ બુટાણીને જ્યારે મિલેટ્રી સોસાયટી પાછળ પટેલનગરની જાહેર જગ્યામાં જુગટુ ખેલતા ધર્મરાજસિંહ રણજીતસિંહ ગોહિલ, યશપાલસિંહ સુખદેવસિંહ સરવૈયા, હેતુભા જીતુભા ઝાલા, યશપાલસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા, કિરીટસંહ લાખુભા જાડેજા, હરદીપસિંહ જયવંતસિંહ સરવૈયા, જયપાલસિંહ કિરીટસિંહ ગોહિલને રોકડ, મોબાઈલ સાથે ઝડપી પાડયા હતા.

અન્ય બનાવમાં ભરતનગર વિસ્તારમાં આવેલ હરીઓમનગર જી.એમ.ડી.સી. રોડ પર ગત મધ્યરાત્રીના ૧.૪૫ના સુમારે જાહેરમાં જયદીપસિંહ દીપસિંહ ચાવડા, નિતિન દીપસંગભાઈ ડાભી, ઈન્દ્રજીતસિંહ ગંભીરસિંહ વાઘેલા, સંજયસિંહ ચંદનસિંહ ગોહિલ, કરમસિંહ મશરૂભાઈ મેર, પૃથ્વીરાજસિંહ નિરૃભા જાડેજાને જ્યારે વહેલી સવારે 3.30 કલાકના સુમારે હરીઓમનગરની જાહેર જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે હારજીતની બાજી માંડી બેસેલા વિજય મથુરભાઈ વાળા, ચેતન દામજીભાઈ ગોહિલ, જતીન બાબુભાઈ પરમાર, નિતિન ધીરૃભાઈ વાળા, ભાવેશ ઠાકરશીભાઈ મેવાડા, બુધેલ મથુરભાઈ વાળા, નરેશ મનુભાઈ વોરા, હસમુખ ધીરૂભાઈ ગોહિલને ભરતનગર પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.

જ્યારે વરતેજના નવાગામમાંથી વરતેજ પોલીસે જુગાર રમતા જીવરાજ બચુભાઈ ડાભી અને દિનેશ ગલાભાઈ બાવળીયાને  તેમજ ગારિયાધાર પોલીસે આશ્રમ રોડ પર જાહેરમાં જુગટુ ખેલતા હરેશ દેવજીભાઈ વણઝારા, પંકજ લક્ષ્મણભાઈ વણઝારા, રાહુલ ભગવાનભાઈ વણઝારા, નિલેશ સવજીભાઈ વણઝારા, કેતન દિનેશભાઈ વણઝારા, ગુણવંત જીવાભાઈ વણઝારાને રોકડ સાથે ઝડપી પાડી લોકઅપ હવાલે કરી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *