રાજ્યમાં 4 માળની ઈમારત થઇ ધરાશાયી. આટલા લોકોના ઘટના સ્થળે જ મોત. જાણો વિગતે

મહારાષ્ટ્ર રાજ્યના ભિવંડી શહેરના શાંતિનગર વિસ્તારમાં અડધી રાત્રે ચાર માળની એક ઇમારત જમીનમાં સમાઈ ગઈ હતી. એટલે કે મધરાતે 4 માળની ઈમારત પડી ગઈ હતી.…

મહારાષ્ટ્ર રાજ્યના ભિવંડી શહેરના શાંતિનગર વિસ્તારમાં અડધી રાત્રે ચાર માળની એક ઇમારત જમીનમાં સમાઈ ગઈ હતી. એટલે કે મધરાતે 4 માળની ઈમારત પડી ગઈ હતી. જેમાં દબાયેલા ચાર લોકોને બચાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો હજુ પણ દબાયેલા હોવાની શક્યતા છે. ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.


આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને આઈજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તદુપરાંત બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જે માંથી એક મૃતકની ઓળખ શિરાજ અંસારી તરીકે થઈ છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.

ભિવંડી શહેરની નગરપાલિકા મુજબ શુક્રવારે સાંજે 7.30 થી 8.00 વચ્ચે બિલ્ડિંગ હલવા લાગી હતી. જે બાદ 9.30 કલાકે ભિવંડી મનપાના કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો. અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી બિલ્ડિંગ ખાલી કરાવી દીધી હતી પરંતુ 5 લોકો સામાન લેવા પરત આવ્યા હતા. આ દરમિયાન બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી.

આ ઘટના પહેલા પણ મુંબઈના ડોંગરીમાં પણ બિલ્ડિંગ પડવાથી મોટી દુર્ઘટના સર્જાણી હતી. આ ઘટનામાં તો 14થી પણ વધુ લોકોના મોત નિપજ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *