કેળાની છાલમાંથી બનાવ્યુ સેનેટરી પેડ, 120 વખત ઉપયોગમાં લઈ શકાશે

આઈઆઈટી દિલ્હી સાથે જોડાયેલા એક સ્ટાર્ટઅપે 120 વખત ઉપયોગમાં લઈ શકાય તેવો સેનેટરી નેપકિન બનાવ્યો છે.જેને કેળાની છાલના ફાઈબરમાંથી બનાવાયો છે. cac5250702ba404ae7241216377c26dd આ સેનેટરી નેપકિનનુ…

આઈઆઈટી દિલ્હી સાથે જોડાયેલા એક સ્ટાર્ટઅપે 120 વખત ઉપયોગમાં લઈ શકાય તેવો સેનેટરી નેપકિન બનાવ્યો છે.જેને કેળાની છાલના ફાઈબરમાંથી બનાવાયો છે.

આ સેનેટરી નેપકિનનુ આયુષ્ય બે વર્ષનુ છે.આઈઆઈટી દિલ્હીના અધ્યાપકોની મદદ લઈને બનાવાયેલા નેપિકન માટે પેટન્ટ લેવા પણ અરજી કરાઈ છે.

સ્ટાર્ટઅપના સ્થાપકો પૈકીના એક અર્ચિત અગ્રવાલનુ કહેવુ છે કે, મોટાભાગના નેપકિન સિન્થેટિક સામગ્રીમાંથી બનતા હોય છે.જેને કુદરતી રીતે માટીમાં ભળવામાં 50 વર્ષનો સમય લાગતો હોય છે.જ્યારે આ પેડમાં મોટાભાગની વસ્તુઓ બાયોડિગ્રેડેબલ છે.જેનાથી પર્યાવરણને નુકસાન પહોંચતુ નથી.આ સેનેટરી નેપકિન  વાંરવાર ધોઈને ઉપયોગમાં લેવાથી કોઈ જાતનુ ઈન્ફેક્શન થવાનુ જોખમ નથી.

સ્ટાર્ટઅપના કહેવા પ્રમાણે આ સેનેટરી પેડ ટુંક સમયમાં ઓનલાઈનની સાથે સાથે માર્કેટમાં પણ ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *