શિમલાના કોટખાઇની ભાવના સોકટાએ 27 વર્ષની ઉંમરમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાના નામ સામેલ કરાવ્યું છે. તેના નામે તેર વર્ષનું ભણતર માત્ર સાત વર્ષમાં પૂર્ણ કરવાનો રેકોર્ડ છે. તેણે દાવો કર્યો છે કે આવું કરનારી તે દેશની પ્રથમ વિદ્યાર્થીની છે.
ભાવનાનું નામ એશિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. ભારત સરકારે ભાવનાનું નામ ઇન્ડિયા બુકમાં સામેલ કરવાની સાથે તેને મેડલ અને પ્રમાણપત્ર પણ આપ્યું છે.
તેનો ભણતર પ્રત્યેનો રસ અને નાની ઉંમરમાં મોટી ઉપલબ્ધિઓ બદલ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટી તરફથી ડૉક્ટરેટની ડિગ્રી કરવા આમંત્રણ અપાયું છે. હોમિયોપેથિક ડૉક્ટર ભાવનાએ BA સાયકોલોજી, MA ક્લિનિકલ સાયકોલોજી અને MBA કર્યું છે. આ ઉપરાંત ટ્રાઇકોલોજીની પણ તાલીમ લીધી છે.
ભાવનાએ 13 વર્ષમાં પૂરાં થનાર ડિગ્રી અને કોર્સને સાત વર્ષમાં પૂર્ણ કર્યા છે. હાલ ભાવના Phd ની તૈયારી કરી છે. તેણે આ રેકોર્ડ માટે પોતાના પિતા નારાયણ દાસ અને માતા નિરંજના સોકટાને શ્રેય આપ્યો હતો. ભાવના બોક્સિંગ અને વોલીબોલમાં રાજ્ય સ્તરે રમી ચુકી છે.
ભાષણ અને નૃત્ય પ્રતિયોગિતામાં પણ તે રાજ્ય પુરસ્કાર જીતી ચુકી છે. ભાવનાએ જણાવ્યું હતું કે ઇન્ડિયા બુકમાં આ ક્ષેત્રમાં કોઇ મહિલાનું નામ નોંધાવું એ પ્રદેશ માટે ગર્વની વાત છે. ભાવનાએ સાડા પાંચ વર્ષમાં BHMS કોર્સ, BA, MA અને અઢી વર્ષમાં MBA કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.