પેટમાં અસહ્ય દુઃખાવો થતાં 13 વર્ષની છોકરીને લઈ ગયા હોસ્પિટલ અને પેટમાંથી નીકળી એવી વસ્તુ કે… ડોકટરો પણ ચૌકી ગયા

ગુજરાત(Gujarat): ભિલોડા(Bhiloda) તાલુકાના વણજરા(Vanjara) ગામની એક 13 વર્ષીય દિકરી છેલ્લા 7 વર્ષથી ટ્રાયકોબ્રેજાની બિમારીથી હેરાન થતા પોતાના માથાના વાળ તોડીને ખાવા લાગી હતી. વાળ ખાવાથી તેના પેટમાં વાળનો જથ્થો ભેગો થવા લાગ્યો હતો. પેટમાં દુ:ખાવો વધવાથી હિંમતનગર(Himmatnagar)ના તબીબો દ્વારા તેના પેટનો સીટી સ્કેન(CT scan) અને સોનોગ્રાફી(Sonography) કરવામાં આવી હતી. જયારે 45 મિનિટ સુધી ઓપરેશન કરીને 13 વર્ષીય દિકરીના હોજરીના ભાગમાંથી 510 ગ્રામ વાળનું ગૂંચળું બહાર કાઢવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, આ ઘટના ભિલોડા તાલુકાના વણજર ગામની છે. જ્યાં રીંકુબા જાડેજા નામની 13 વર્ષની દિકરીને પેટમાં દુ:ખાવો થતા હિંમતનગરના તબીબી ર્ડા.જગદીશ નાયકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, ત્યાના તબીબ દ્વારા સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું. જયારે પેટના સોનોગ્રાફી અને સીટી સ્કેન દરમિયાન તેના પેટના ભાગમાં વાળનું ગૂંચળુ હોવાની જાણ થઇ હતી. આ બાબતે વધુમાં માહિતી મળતા સર્જન ર્ડા.જગદીશ નાયક દ્વારા એક વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે, વણજર ગામની એક 13 વર્ષીય દિકરી છેલ્લા સાત વર્ષથી ટ્રાયકોબ્રેજા નામની બિમારીનો ભોગ બનેલ છે.

જયારે કહેવામાં આવી રહ્યું છે કે, દર વર્ષ આ બીમારીમાં લાખો લોકો ભોગ બને છે. જયારે આ બીમારીમાં દર્દી પોતે જ પોતાના માથાના વાળ તોડીને ખાતા હોવાનું કહેવામાં આવે છે. જયારે આ વાળ ખાવાની કુટેવના કારણે ધીમે ધીમે આ વાળનો જથ્થો પેટમાં ભેગો થવા લાગે છે. જયારે 13 વર્ષીય દિકરીને પણ આવી કુટેવના કારણે પેટમાં દુઃખાવો થવાથી તેના માતા પિતા દ્વારા બાળકીને હોસ્પિટલમાં તપાસ માટે લઇ જવામાં આવી હતી. આ દરમિયાન તેના પેટમાંથી ઓપરેશન દરમિયાન 510 ગ્રામ વાળનું ગૂંચળું બહાર કાઢવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *