અમેરિકા ગયેલી ગુજરાતી દીકરીને થયો એવો રોગ કે 8 લાખ ખર્ચવા છતાં જીવ ન બચ્યો- પરિવાર અંતિમ વિધિ પણ ન કરી શક્યો

મૂળ પાલનપુર અને અર્મેનિયામાં મેડિકલનો અભ્યાસ કરતી ભુમિએ 20 દિવસ સુધી જીવન-મરણ વચ્ચે સંર્ઘષ કર્યા બાદ અર્મેનિયામાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના મહામારીને કારણે હવે…

મૂળ પાલનપુર અને અર્મેનિયામાં મેડિકલનો અભ્યાસ કરતી ભુમિએ 20 દિવસ સુધી જીવન-મરણ વચ્ચે સંર્ઘષ કર્યા બાદ અર્મેનિયામાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના મહામારીને કારણે હવે પરિવાર અહીંથી અંતિમ સંસ્કારના દર્શન કરી શકશે. પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામની બે બહેનો ભૂમિ અને સિદ્ધિ ચૌધરી મેડિકલ અભ્યાસ માટે અર્મેનિયા ગઈ હતી. જયાં 20 દિવસ પહેલા ભૂમિને ન્યુમોનિયા થતાં મેરીન હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. માતાપિતાએ તેમને ભારત પરત લાવવા પ્રયત્નો કર્યા હતા પરંતુ કમનસીબે તેનું ત્યાં જ મોત થયું હતું.

ભૂમિ છેલ્લા 20 દિવસથી વેન્ટિલેટર હતી. તેની બહેન સિધ્ધિ અને બીજા મિત્રો તેના પિતા નરસિંહભાઈ ચૌધરી સહિત સહુએ ભૂમિને ભારત લાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં સિધ્ધિ ચૌધરીએ ટ્વીટ કરી પીએમ મોદી અને સીએમ રૂપાણી સહિત રાજકીય આગેવાનો, અભિનેતાઓ અને સામાજિક અગ્રણીઓ પાસે ભારત લાવવા મદદ માંગી હતી. મંજૂરી લેવામાં સમય વિતી ગયો હતો. જેથી 15 મેના રોજ પ્લેન લેવા માટે જવાનું હતું. તે પહેલા જ ભૂમિના મોતના સમાચાર આવતા પરિવારને આઘાત લાગ્યો હતો. ભૂમિના પિતાએ જણાવ્યું કે, ભૂમિના અંતિમવિધિ પણ આર્મેનિયામાં જ કરાશે.

ભૂમિને ભારત લાવવા માટે એરલીફટ કરવા પ્રાઈવેટ પ્લેન નક્કી  કરાયું હતું. પરિવારજનોએ કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી માગી હતી.પરંતુ  પરમીશન લેવામાં સમય વિતી ગયો હતો.૧પ મે ના રોજ પ્લેન લેવા માટે જવાનું હતું. તે પહેલા જ  ભૂમિના મોતના સમાચાર આવતા પરિવારજનોના માથે દુઃખનો  પહાડ તુટી પડયો છે.  ભૂમિનું મૃત્યુ થતાં તેની અંતિમવિધિ પણ  આર્મેનિયામાં જ  કરાશે તેમ પિતા નરસિંહભાઈએ જણાવ્યું હતું.

ભૂમિ ચૌધરી બિમાર પડી અને તેની તબિયત વધુ લથડતાં તેની પાસે રહેલ તેની નાની બહેન દ્વારા હંમેશાં હૈયાધારણા અપાતી હતી. કોઈએ આ બન્ને બહેનના સ્નેહભીના પળોનો વિડીયો ઉતાર્યો હતો. તેમાં છેલ્લે ભૂમિએ બાય બાય કરી રહી હતી. આમ કુદરતે તેને સમજ આપી દીધો હોય તેમ તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

ચૌધરી સમાજના આગેવાનના જણાવ્યા મુજબ રાજ્ય સરકારમાં ભૂમિને એરલિફ્ટ કરવા વિનંતી કરતાં સરકારે આવી કોઈ યોજના ન હોવાનું જણાવ્યું હતું. ભૂમિને 20 દિવસ વેન્ટિલેટર પર રાખવા પાછળ 8 લાખથી વધુ ખર્ચાઈ ગયા હતા. ભૂમિને સામાજિક રીતે ફંડ એકઠું કરીને લાવવા માટેની તૈયારી થઈ હતી પણ દુર્ભાગ્યે તેનું નિધન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *